તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની બેદરકારી:જેતપુરમાં માર્ગો ઉપર વહે છે ગટરનાં પાણી!

જેતપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પટેલનગરના લોકોએ વારંવાર રજૂઆતો કરી પરંતુ સ્થિતિ જૈસે થે

જેતપુર નવાગઢમાં કચરા ઢગલા, ગંદકી અને ગટરના વહેતા પાણીથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ મામલે સ્થાનિક લોકોએ સફાઈ કરી ગંદકી દૂર કરવા માગ કરી છે. જેતપુર નવાગઢ શહેરના પટેલ નગર વિસ્તારમાં કચરાના ઢગલા થઈ ગયા છે. તેમજ ગટરનું પાણી રોડ ઉપર ફરી વળ્યું છે.આ વિસ્તારમાં કચરા, ગંદકીથી રોગચાળો ફેલાવાની સંભાવના વ્યકત થઇ રહી છે.

ત્યારે આ વિસ્તારમાં પણ સફાઈ કરવામાં આવે તેવી લોકોમાંથી માંગ ઉઠી રહી છે. સમગ્ર દેશમાં સરકાર દ્વારા એક તરફ સ્વચ્છતા અભિયાન અને સફાઈની વાતો કરવામાં આવે છે ત્યારે બીજી બાજુ જેતપુરના વિસ્તારો સહિત રહેણાંક વિસ્તારોમાં જવાબદાર તંત્ર દ્વારા નિયમિત કે યોગ્ય રીતે સફાઈ હાથ ધરવામાં ન આવતા રોગચાળો ફેલાવાની સંભાવના સેવાઇ રહી છે. આ અંગે સ્થાનિક રહીશો જેતપુર નવાગઢ નગરપાલિકા એ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.

રહીશોનું કહેવું છે કે વોર્ડ નં.૧૦ વિસ્તારમાં આવેલા પટેલનગરમાં જવાબદાર તંત્ર દ્વારા નિયમિત સફાઈ હાથ ધરવામાં આવતી નથી તેમજ ખાનગી પ્લોટોમાં પણ ઠેરઠેર કચરા અને ગંદકીના ઢગ જોવા મળી રહ્યાં છે અને ગટરોનું પાણી ભરાઈ રહ્યું છે. તંત્રની બેદરકારી અને અણઆવડત તેમજ સફાઈના અભાવે રોગચાળો ફેલાવવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે આરોગ્ય તંત્ર જાગે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...