તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જેતપુર તાલુકામાં હવેથી ખેડૂતની માત્ર ૯ મીટર જમીન સંપાદિત થશે

જેતપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇન માટે અગાઉ 25 મીટરની જમીન લેવાની હતી
  • કેબિનેટ મંત્રીએ કરેલી રજૂઆત સરકારે માન્ય રાખી

જેતપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી ગુજરાત પાણી પુરવઠા બોડૅની પાઈપલાઈન એન.સી.૩૭ માં હવે ખેડુતોની જમીન ૨૫ મીટર પહોળાઈ માં જ સંપાદિત થવાનાં બદલે ૯ મીટર પહોળાઈ માં જ સંપાદિત કરવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું છે. જેતપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી ગુજરાત પાણી પુરવઠા બોડૅની પાઈપલાઈન એન.સી.૩૭ પસાર થતી હોય, જેમાં ખેડુતોની જમીનનાં ૨૫ મીટર સુધી પહોળાઈનાં વપરાશી હકકો સંપાદિત થનાર હતાં.

જે સંદર્ભે દ્વારા વિસ્તારનાં ધારાસભ્ય અને રાજયનાં કેબિનેટ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સંદર્ભે ખેડુતોની લાગણી અને માગણીને સમજી યુવા મંત્રી જયેશ રાદડીયાએ ત્વરિત સક્રિયા દાખવી સરકાર કક્ષાએથી ખેડુતોની જમીનના ૨૫ મીટર પહોળાઈમાં જમીનનાં વપરાશી હકકો સંપાદિત કરવાની બાબતે સુધારો કરાવી આ વપરાશી હકકો ૯ મીટર પહોળાઈ સુધી કરાવ્યા છે. ખેડૂતોની માલીકીની ઓછી જમીન હવે સરકાર હસ્તક થશે જેથી ખેડૂત વર્ગમાં પણ ખુશી ફેલાઇ છે. જેથી હવે આ વિસ્તારનાં ખેડૂતોની જમીનનાં વપરાશી હકકો ૨૫ મીટરને બદલે ૯ મીટર પહોળાઈમાં જ સંપાદિત થશે એમ રાજયનાં યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...