તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જેતપુરમાં અગાઉના પ્રેમસંબંધ મુદ્દે પતિ-પત્ની પર ચાર શખ્સનો હુમલો

જેતપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોખંડનો પાઈપ અને દાતરડાથી માર મારી ધમકી આપી

જેતપુર શહેરનાં બળદેવધાર વિસ્તારમાં રહેતાં નરેશભાઈ રમેશભાઈ સોલંકીનાં કેશોદ ગામે રહેતાં રેખાબેન સાથે લગ્ન થયા છે. રેખાબેનને અઢી વર્ષ પહેલાં રાજકોટ આજી ડેમ પાસે રહેતાં અજયભાઇ નાથાભાઈ વઢીયારા સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે જતાં રહ્યા હતા. થોડા દિવસ પહેલાં પરત આવી ગયા હતા. સાત દિવસ પહેલાં નરેશભાઈ તથા રેખાબેન બંન્ને તેનાં ભાઈ ભરતભાઈનાં ઘેર ગયા હતા,

ત્યારે રેખાબેને જણાવ્યુ કે રાજકોટથી અજય તેની માતા ચંદ્રીકાબેન, માસી મનીષાબેન ઉર્ફે મુની તથા તેનાં સંબંધી લખન તેડવા આવ્યા હતાં. વાત કરતાં હતાં તે દરમિયાન તે ચારેય શખ્સો ભરતભાઈનાં ઘરમાં ઘુસી લોખંડનો પાઈપ દાતરડાથી ભરતભાઈ તથા તેની પત્ની ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. ભરતભાઈ તથા તેમનાં પત્નીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરતાં શહેર પોલીસે ભરતભાઈની ફરીયાદ પરથી અજયભાઈ નાથાભાઈ વઢીયારા, ચંદ્રીકાબેન, મનીષાબેન ઉર્ફે મુની, લખન ચારેય શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...