જામીન નામંજૂર:બોગસ BPL કાર્ડ કેસમાં જેતપુર પાલિકાના પૂર્વ પ્રમુખ જેલહવાલે

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત 2 મેએ 3 વર્ષની સજા, રૂ. 5 હજારનો દંડ કર્યો હતો
  • કોર્ટમાં જામીન સાથે હાજર થતા જામીન નામંજૂર કર્યા

જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખને પંદર દિવસ પૂર્વે બોગસ બીપીએલ કાર્ડ બાબતે થયેલ સજાના બનાવમાં આજે કોર્ટમાં હાજર થતાં કોર્ટે તેઓને જામીન ન આપી દસ હજારનો દંડ ભરાવી જેલ હવાલે કર્યા હતાં. જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકામાં કારોબારી ચેરમેન રહેલા જેસુખભાઈ ગુજરાતીને વર્ષ ૨૦૧૦માં બોગસ બીપીએલ કાર્ડ બનાવવા બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલ ફરીયાદના કેસમાં ચીફ જ્યુડિશિયલ કોર્ટે ગત. ૨ તારીખના રોજ ત્રણ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.

જેસુખભાઈ કૉર્ટની તારીખમાં હજાર રહેતા ન હોવાથી કોર્ટે ચુકાદાની તારીખ પેલા જ તેઓનું ધરપકડ વોરંટ કાઢ્યું હતું. અને ચુકાદાની તારીખે પણ હાજર ન રહેતા જેસુખભાઈને ભાગેડુ જાહેર કરી તેઓનું ફરીથી ધરપકડ વોરન્ટ કાઢ્યું હતું. આ સજાના બનાવમાં આજે પૂર્વ પ્રમુખ કોર્ટમાં જામીન સાથે હાજર થતાં કોર્ટે તેઓના જામીન નામંજૂર કરી ડબલ દંડ દસ હજાર વસૂલી તેઓને જેલ હવાલે કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...