જેતપુર / રેશમડી ગાલોળ ગામમાં પાંજરું મુકવાનું લોકેશન જોવા ગયેલા વન વિભાગના કર્મચારી પર દીપડાનો હુમલો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત

X

  • દીપડાના હુમલામાં કર્મચારીના બગલ, હાથ અને છાતીના ભાગમાંથી માંસના લોચા બહાર નીકળી ગયા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:19 PM IST

જેતપુર. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રેશમડી ગાલોળ  ગામમાં દીપડો પકડવા માટે પાંજરુ મુકવાનું લોકેશન જોવા ગયેલા વન વિભાગના કર્મચારી પર દીપડાએ હુમલો કર્યો હતો. જોકે ખેડૂતોએ દીપડાને ભગાડી દીધો હતો. દીપડાના હુમલામાં કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 
વન વિભાગના કર્મચારી સાથે રહેલા ખેડૂતોએ દીપડાને ભગાડ્યો
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રેશમડી ગાલોળ ગામે ઘણા સમયથી સીમ વિસ્તારમાં દીપડાએ પડાવ નાખ્યો હોવાથી ખેડૂતો દ્વારા પાંજરું મુકવા ફોરેસ્ટ ખાતા પાસે માંગણી કરવામાં આવી હતી. વન વિભાનના કર્મચારી રામજીભાઈ મકવાણા પાંજરું ક્યાં મુકવું તેનું લોકેશન જોવા માટે ખેડૂતો સાથે વાડીમાં જઇ રહ્યા હતા, ત્યારે બાજરીના પાકમાંથી દીપડાએ નીકળી વન વિભાગના કર્મચારી પર છલાંગ મારીને હુમલો કર્યો હતો. જોકે તેમની સાથેના ખેડૂતોએ દીપડાને લાકડી મારીને ભગાડી દીધો હતો.
દીપડાના હુમલામાં કર્મચારીના બગલ, હાથ, છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી
દીપડાના ક્ષણવારના હુમલામાં રામજીભાઈના બગલ, હાથ અને છાતીના ભાગમાંથી માંસના લોચા બહાર નીકળી ગયા હતા. તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી