દરોડો:દેવકીગાલોળ પાસે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, બે ફરાર

જેતપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 73,500નો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી

જેતપુરના દેવકી ગાલોલ ગામ પાસે પોલીસે વિદેશી દારુનો જથ્થો ભરેલી કાર પકડી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દરોડામાં કારચાલક સહિતના બે આરોપી નાસી છૂટ્યા હતા. તેને દબોચી લેવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર જેતપુરના દેવકી ગાલોલ ગામ પાસે પોલીસ ઇન્સ્પેક્ટર ટી.બી.જાની પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં કાર નં. જીજે 03 જેએલ 8961 નિકળતા તેને અટકાવી કારમાંથી રૂા. 73500નો વિદેશી દારુ નિકળી પડ્યો હતો. પોલીસે આ દારુ અને કાર કબ્જે કરી બે આરોપીને દબોચી લેવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...