તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર:જેતપુર શહેરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીની ધરપકડ

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જેતપુર શહેરમા પોલીસનું જાણે કોઇ અસ્તિત્વ જ ન હોય તેમ જાહેરમા જુગાર રમવાના કિસ્સાઓ દિવસેને દિવસે જોવા મળી રહ્યા છે. હવે જુગારીયાઓએ પણ જાણે કે ગુપ્ત રીતે એસોસિએશન બનાવીને એવું નક્કી કરી રાખ્યું હોય કે રમવા જનાર કોઇએ મોબાઇલ કે વાહનો સાથે રાખવા નહીં, તેમ આ કિસ્સામાં પણ એવું બન્યું હતું અને જુગાર રમતાં પાંચ શખ્સ પાસેથી રોકડ સિવાય કશું કબજે લેવાયું ન હતું.

નવાગઢની ગઢની રાંગ પાસે આવેલા રચના ડાઇંગ વાળા રોડ પર જાહેરમા ગંજીપતા વડે જુગાર રમતા જેતપુરના જ રહેવાસી જુગારીયાઓ પિયુશ ઉર્ફે લાલો, રાહુલગીર પ્રફુલગીરી ગૌસ્વામી , સુમિત ઉર્ફે કિશન જેઠુર ભાઇ રેણુકા, રાહુલગીરી દિનેશગીરી મેઘનાથી, અને સાગર દેવીપ્રસાદ પંડ્યાને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ. 13,8,70 /- રોકડા કબ્જે કરી કરી જુગાર ધારાની કલમ 12 મુજબ કાર્યવાહી કરી છે. જુગાર રમતા પાંચમાંથી એક પણ પાસે જુગાર રમતા હતા ત્યારે ટુવ્હીલ કે મોબાઇલ સાથે લાવ્યા ન હોવાનું પણ બહાર આવ્યુ છે.

મોરબીમાં જુગાર રમતા 3 ઝડપાયા
મોરબીના શક્તિ ચોક સામે રિક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસે થી રોકડ રકમ જપ્ત કરી હતી આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના શક્તિ ચોક સામે રિક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા વ્રજલાલભાઈ નાથાભાઈ જાદવ, સતાભાઈ બેચરભાઈ રાવા અને સંજયભાઈ કાનાભાઈ ખીંટને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ. રૂ.6250 રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...