રાજકોટ:જેતપુરમાં ગેંગરેપ કરનાર પાંચ આરોપી 30મી સુધી રિમાન્ડ પર

જેતપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જેલહવાલે કરાયા, એક આરોપી હજુ પણ ફરાર

સગીરા સાથે કરેલા ગેંગ રેપ પ્રકરણમાં પકડાયેલ પાંચ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચેયને ત્રીસ તારીખ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. સગીર વયની વિદ્યાર્થીનીને ઉઠાવી ધવલ પારખીયા નામના શખ્સે સગીરાને લલચાવી ફોસલાવી જુદી જુદી જગ્યાએ બોલાવી પાર્થ છાંટબાર, ભાર્ગવ જોષી, ભાવેશ બુટાણી, રોનક દોંગા અને રાજુભાઇએ પોતાના જુદા જુદા મિત્રો સાથે મળી અનેકવાર બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધી તેના ફોટા પાડી લઈ સગીરાને ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે જોડી સોનાની બુટ્ટી તેમજ પચાસ હજાર રૂપિયા રોકડ પડાવી લીધા હતા. સગીરાની ફરીયાદમાં પોલીસે મુખ્ય આરોપી સહિત પાંચ શખ્સની ધરપકડ કરી તમામનો કોરોનાનો રિપોર્ટ કરાવી આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રીસ તારીખ સુધીના પાંચેયના રિમાન્ડ મંજુર કર્યા હતા. જ્યારે એક આરોપી રાજુને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બેદરકારી બદલ હેડ કોન્સ્ટેબલની બદલી
ગેંગ રેપ જેવી ગંભીર પ્રકારની ફરિયાદમાં બેદરકારી રાખવા બદલ હેડ કોન્સ્ટેબલ દેવાયત બારૈયાની એસપીએ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...