તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેતપુરના ભાદર નદીના પુલ પાસે આવેલા ઝૂંપડાઓમાં રાત્રીના અઢી વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગતા પાંચથી છ જેટલા ઝુંપડા આગની ઝપટે ચડી ગયા હતા, જેના પર નગરપાલિકાના ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાંખી હતી. પરંતુ ઝૂંપડાઓમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. શિયાળાની રાતમાં કાતિલ ઠંડીના કહેર વચ્ચે મીઠી નિંદર માણી રહેલા ઝૂપડા અંદર રહેતા લોકો આગને પગલે સફાળા જાગીને ઘર બહાર નીકળી જતાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
જેતપુરના ભાદર નદીના જુના પુલ હેઠળ ઝૂંપડાઓ વાળીને રહેતા શ્રમજીવીઓ કડકડતી ઠંડીમાં ગાઢ નિદ્રામાં સુતા હતા ત્યારે રાત્રીના અઢીક વાગ્યે ઠંડીને બદલે ગરમાવો જેવું લાગતા નિદ્રામાં પોઢી રહેલા આ શ્રમજીવીઓ બહાર નીકળી જોતા ઝૂંપડાઓમાં આગ લાગી હતી. જેથી અન્ય સુતેલા લોકોને જગાડી બહાર કાઢ્યા અને નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ તાત્કાલિક બનાવના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઝૂંપડાઓ ક્ષણના કોથળાઓના બનેલ હોય અને આ કોથળાઓ આગ વાહક હોવાથી આગ તરત જ ફેલાઈ ગઈ હતી. જેથી ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવી લીધો. એટલીવારમાં પાંચથી છ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. અને ઝૂંપડાઓમાં રહેલા તમામ શ્રમજીવીઓની તમામ ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી.આવી કડકડતી ઠંડીમાં શ્રમજીવીઓને માથા પરથી છત છીનવાઈ જતા આખી રાત બહાર બેઠા રહ્યા હતા. એકબાજુ મહેનત મજૂરી કરીને કમાયેલી થોડી ઘણી બચત પણ આગમાં ખાખ થઈ જતા હવે શું કરવું ? ક્યાં જવું ? તેવો સવાલ સતાવી રહ્યો છે. સદનસીબે કોઈ જાનહાની તો ન થઈ પરંતુ શ્રમજીવીઓ અન્ન અને ઘરવિહોણા બની ગયા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.