દુર્ઘટના:જેતપુર રબારીકા રોડ પર સાડીના કારખાનામાં આગ, યુનિટમાં આગથી સફેદ સાડીનો જથ્થો ખાક

જેતપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેતપુરના રબારીકા રોડ પર આવેલા સાડીના કારખાનામાં કોઇ કારણોસર અચાનક જ મોડી રાત્રે આગ લાગતા કારખાનામાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જો કે કોઇ જાનહાનિ થઇ ન હતી પરંતુ યુનિટમાં રહેલી સફેદ સાડીઓનો જંગી જથ્થો બળીને રાખ થઇ ગયો હતો.

જેતપુરના રબારીકા રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રિઅલ વિસ્તારમાં હરેકૃષ્ણ ઉદ્યોગનગરમાં આવેલા આસ્થા સાડી નામના કારખાનાનાં માલિક વિકાસ ભીખુભાઈ ભાલાળાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાત્રે એકાએક શોર્ટ સર્કિટનાં કારણે કારખાનામાં આગ લાગી હતી અને અંદર રહેલી સફેદ સાડીઓની ગાંસડીઓમ સુધી આગ પ્રસરી જતાં ભારે અફડતફડીભર્યા દ્રશ્યો સર્જાયા હતા, અને નાસભાગ મચી ગઇ હતી. આગ અંગે તાબડતોબ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને જેતપુર નવાગઢથી આવી પહોંચેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જો કે આગ મોડી રાતે લાગી હોવાથી કોઇ જાનહાનિ થવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...