જેતપુરની મુખ્ય બજાર પાસે આવેલ બોખલા દરવાજા પાસે ગંદકીના ઢગલાં ખડકાયા છે. છેલ્લા કેટલાય દિવસોથી અહીં કોઇ પણ જાતની સફાઇ કરવામાં ન આવતાં અહીં ખરીદી માટે આવતા લોકો અને પસાર થતા વાહનચાલકોનું માથું ફાટી જાય તેવી દુર્ગંધ આવે છે અને માસ્ક પહેર્યું હોવા છતાં સહન ન થાય તેવો આ ત્રાસ દુર કરવાનું પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓને સુઝતું નથી, અને દેખાતું પણ નથી. આથી રોગચાળો ફાટી નિકળે તેવી ભીતિ વ્યક્ત કરાઇ છે.આવી ગંદકીથી વેપારીઓ, રીક્ષા ચાલકો અને મુખ્ય બજારના રસ્તેથી પસાર થતાં લોકો ત્રાસ અનુભવી રહ્યાં છે.
જેતપુરમાં આમ જોઈએ તો ઠેર ઠેર ગંદકીનાં ઢગ જોવા મળે છે ત્યારે જેતપુરની મુખ્ય બજાર પાસે આવેલ બોખલા દરવાજા પાસે જ કચરો નાખવામાં આવતાં અનેક રીક્ષા ચાલકો પરેશાન બન્યા છે. આ ગંદકી અને કચરાનાં કારણે બીજા વેપારીઓ રાહદારીઓ અને રીક્ષા ચાલકોને મુશ્કેલી ઉભી થઇ છે.
આ કચરાથી પરેશાન લોકો આજે પણ તંત્ર સામે રોષ વ્યક્તકરી રહ્યાં છે અને તાત્કાલીક ધોરણે આ ત્રાસમાંથી મુક્તિ મળે તેવી માગણી કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.