તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણની ફરિયાદ:ચાંપરાજપુરની તરુણીને પંચમહાલનો શખ્સ ભગાડી જતાં પિતાની ફરિયાદ

જેતપુર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કારખાનામાં સાથે કામ કરતી વેળાએ યુવકે ફોસલાવ્યાની રાવ
 • બોરિયાવીના શખ્સને ઝડપી લેવા તાલુકા પોલીસની તજવીજ શરૂ

જેતપુર તાલુકાના ચાંપરાજપૂર ગામે રહેતી એક સગીરાને પંચમહાલ જિલ્લાના બોરીયાવી ગામનો શખ્સ બદકામ કરવાના ઇરાદે લલચાવી, ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. તાલુકાના ચાંપરાજપુર ગામે રહેતી અને ત્યાં આવેલા ભક્તિ સીંગદાણા નામના કારખાનામાં મજૂરી કામ કરતી એક સગીરાના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓની પંદર વર્ષની સગીર પુત્રી ગતરાત્રીના ઘરે બધા ઉંઘતા હતા ત્યારે ગુમ થઈ જતા તેણીને શોધખોળ હાથ ધરી હતી.

પરંતુ તેણીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. અંતે તેણી સાથે ભક્તિ સીંગદાણા નામના કારખાનામાં મજૂરી કામ કરતી એક અન્ય એક સગીરા પાસેથી જાણવા મળ્યું હતું કે, પંચમહાલ જિલ્લાના બોરીયાવી ગામનો પપ્પુ દલાભાઈ નામના શખ્સ સાથે સગીરાની આંખ મળી ગઈ હતી અને આ શખ્સ પપ્પુ સાંજે પાંચ વાગ્યે કારખાને આવ્યો હતો. અને સગીરાની સગાઈ થઈ ગઈ હોવાથી તેની પાસે એક મોબાઈલ હતો, જેમાં આ શખ્સનો ફોન આવતો હોવાથી ફરીયાદીને પણ પપ્પુ ઉપર શંકા હોવાથી તેઓએ પપ્પુ જ્યાં રહેતો હતો, ત્યાં તપાસ કરતા તે ત્યાંથી ચાલ્યો ગયો હોવાનું જાણવા મળતા સગીરાનું બદકામ કરવાને ઇરાદે પપ્પુએ જ અપહરણ કર્યું હોવાનું નક્કી થઈ જતા તેની સામે સગીરાના પિતાએ પોતાની સગીર વયની પુત્રીનું બદકામ કરવાને ઇરાદે તેણીના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો