વેપારીઓમાં અસંતોષ:જેતપુરમાં ઘઉંના ઢગલામાં બેસી નિકાસબંધી સામે ખેડૂતનો વિરોધ

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર સરકારે ફરમાવેલી નિકાસબંધી સામે ખેડૂતો, વેપારીઓમાં અસંતોષ
  • સરધારપુરના ખેડૂતે ઘઉંના પોષણક્ષમ ભાવ ન મળતાંં આશ્ચર્યજનક કાર્યક્રમ

કેન્દ્ર સરકારે ફરમાવેલી ઘઉંની નિકાસ બંધીને લઈને વેપારીઓમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.ત્યારે હવે આ વિરોધ વંટોળ હવે ખેડૂતો સુધી પહોંચ્યો છે. જેતપુરના સરધારપુર ગામે સરકારે લાદેલી ઘઉંની નિકાસ બંધીને લઈને ઘઉંના પોષણક્ષમ ભાવો નહી મળતા ખેડૂતે અનોખો વિરોધ નોંધાવ્યો છે.ખેડૂતે સરકાર સામે વિરોધ કરતા પોતાના ઘરે જ ઘઉના ઢગલામાં સમાધી લઈને સરકાર સામે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો.આ સાથે જ ઘઉની નિકાસ બંધીને લઈને ઘઉના ભાવો ઘટતા સરકાર દ્વારા ખેડૂતોને વળતર ચૂકવાઇ તેવી માંગ કરી રહ્યા છે.

જેતપુર યાર્ડના સતાધીશો ઘઉના ભાવમાં થોડો ઘણો ઘટાડો થયો હોવાનો સૂર વ્યક્ત કરીને ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવો મળતા ઓછા મળતા હોવાનું કહી રહ્યા છે.છતાં સરકાર દ્વારા ઘઉંની ટેકાના ભાવે ખરીદી બંધ હોવાથી ઘઉંની બજાર ગગડતી જોવા મળી હોવાનું યાર્ડ સત્તાધીશો જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોને ઉપજની પુરતી કિંમત ન મળતાં અસંતોષ છવાયો છે.

એક બાજુ ખેડૂતો ખેતીમાં મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે.તો બીજી તરફ ઘઉના પોષણક્ષમ ભાવો ન મળતા હોવાથી સાચે જ ખેડૂતોને જમીનમાં જ સમાધિ લેવી પડશે તેવો નો સૂર વ્યક્ત કરી રહ્યા છે.તેમજ ઘઉમાં સબસીડી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...