તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Jetpur
 • Election Of Chairman Of 17 Committees Of Jetpur Municipality, 3 Seats For Independents, Displeasure Of Some Of The Rulers Who Gave Seats To Independent Members

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાજગી:જેતપુર પાલિકાની 17 સમિતિના ચેરમેનની વરણી, 3 અપક્ષને સ્થાન, અપક્ષ સદસ્યોને જગ્યા અપાતાં શાસકો પૈકી અમુકને નારાજગી

જેતપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેતપુર નગરપાલિકામાં બીજી ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખની નિમણુંકની ચૂંટણીના ચાર મહિના બાદ આજે ૧૭ જેટલી કમીટીઓના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ અપક્ષ સભ્યોને ચેરમેન બનાવતા સતા પક્ષના અન્ય સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. 11 વોર્ડના 44 સભ્યોની બનેલી જેતપુર નગરપાલિકામાં ભાજપના ૨૯, કોંગ્રેસના ત્રણ જેમાંથી એક ભાજપ સાથે ભળી ગયા હતા અને અપક્ષ ૧૨ સભ્યો ત્રણ વર્ષ પૂર્વે ચૂંટાયા હતા. જેમાં પ્રથમ ટર્મ ૨૫ ઓગષ્ટે પૂર્ણ થયા પહેલા ૨૪ ઓગષ્ટે બીજી ટર્મ માટેના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી.

જેમાં પ્રમુખ તરીકે કુસુમબેન સખરેલીયા રિપીટ થયા હતા જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ ઉસદડીયા બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. બેઠકમાં કારોબારી કમિટીના ચેરમેન તરીકે જયસુખભાઈ ગુજરાતી, સેનિટેશન કમિટી- સ્વાતિબેન જોટંગીયા, ટાઉન પ્લાન ચંદ્રેશ વીંછી, વોટર વર્કસ ગોપાલ ડોબરીયા, વાહન કમિટી મહેશભાઈ ડોબરીયા, ભૂગર્ભ ગટર કમિટી રક્ષાબેન વ્યાસ, એનયુએલએમ કમિટી પ્રભાબેન આંબલિયા, લો કમિટી જ્યોત્સનાબેન બગડા, રમત ગમત કમિટી ગીતાબેન જાબુંકીયા, મુક્તિધામ કમિટી રમાબેન મકવાણા, સ્ટાફ સિલેક્શન કમિટી મુક્તાબેન નંદાણીયા, શાળા અને લાયબ્રેરી હંસાબેન પંડ્યા, ઇલેક્ટ્રિક કમિટી કિરણભાઇ લુણી, પવડી કમિટી વિજયાબેન બરવાળીયા જ્યારે ત્રણ અપક્ષ સભ્યો જેમાં ગાર્ડન કમિટી રહીમભાઈ મકવાણા, શોપ કમિટી ઉમેશભાઈ પદારીયા અને ટેક્ષ કમિટી નિલેશભાઈ વેકરીયા એમ કુલ ૧૭ કમિટીઓની રચના કરવામાં આવી હતી. ભાજપ પાસે બે તૃતિયાંશ બહુમતી હોવા છતાં ત્રણ અપક્ષને સ્થાન અપાતા અસંતોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો