તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:જેતપુરમાં હેન્ડલૂમના કારીગરોને કોરોનાનું ગ્રહણ

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેશમડી ગાલોળમાં બનતી ધાબળીની કચ્છથી માંડીને કાશ્મીર સુધી ડિમાન્ડ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સાડી ઉદ્યોગ જગવિખ્યાત છે ત્યારે જેતપુરના ગામ રેશમડીગાલોળમાં આજે હાથ બનાવટના વસ્ત્રો હાથસાળના કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. કારીગરો દ્વારા બનાવાતી ધાબળીની કચ્છથી લઈને કાશ્મીર સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં માંગ છે.

રેશમડીગાલોળમાં કારીગરો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે તેઓ દ્વારા પેઢી દર પેઢી કામ કરવામાં આવી રહ્યું છે અને ફક્ત રેશમડીગાલોળમાં જ હાથસાળની ધાબળી બનાવાય છે, ગામના છ થી સાત પરિવારો હાથસાળના કામ સાથે સંકળાયેલા છે.

કારીગરો દિવસ દરમિયાન વધુમાં વધુ બે ધાબળીઓ જ બનાવી શકતા હોય છે જેમાં સંપૂર્ણ માનવશક્તિનો જ ઉપયોગ થતો હોય છે. આ કામમાં ક્યાંય મશીનનો ઉપયોગ થતો નથી, તેઓ મજૂરી ઉપર ઊનની ધાબળી બનાવવાનું કામ કરે છે અને મજૂરી 140 રૂ. થી લઈને 160 રૂ. સુધી મળે છે, વેપારીઓ દ્વારા એક ધાબળીના 1000 રૂ. થી લઈને 1500 રૂ. સુધી ગ્રાહકો પાસેથી લેવામાં આવે છે.

સરકાર દ્વારા પ્રોત્સાહન અપાય તેની રાહ
કોરોનાને લીધે હાથસાળના કારીગરોને કામ મળતાં બંધ થઇ ગયા છે. આથી હાથસાળના કારીગરોને સરકાર કંઈક પ્રોત્સાહન આપે તેની રાહ જોઇને બેઠા છે. આ ઉપરાંત કોરોના મહામારીને કારણે કારીગરો હાલ મંદીનો સામનો કરી રહયા છે. તેમજ તેઓને હાલ પૂરતા પ્રમાણ હાથસાળનું કામ પણ નથી મળી રહ્યું જેથી તેઓ વ્યવસ્થિત પોતાનું ગુજરાન ચલાવી શકે.

અન્ય સમાચારો પણ છે...