તંત્રને ફરજ પડી:જેતપુરની સિવિલમાં કર્મીને છુટો કરી દેવાતાં તબીબ અને સ્ટાફની હડતાળ

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાજિક આગેવાનની ફરિયાદ પરથી કર્મીને કરાયો હતો ફરજમુક્ત
  • તબીબો- સ્ટાફનો રોષ પારખી પુન: ફરજ પર લેવાતાં હડતાળ સમેટાઇ

જેતપુરની સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર કામ કરતા એક બ્રધરને સામાજિક આગેવાનની ફરીયાદથી નોકરી પરથી છૂટો કરી દેવાયો હતો. જેથી ડોકટર સહિતનો તમામ સ્ટાફ હડતાળ પર ઉતરી જતાં બ્રધરને પરત લેવાની તંત્રને ફરજ પડી હતી. થોડા દિવસ પૂર્વે સામાજિક આગેવાન સંબંધીને સારવાર માટે આવ્યા ત્યારે ડોકટર નિકુંજ ચોવટીયા, બ્રધર ભવ્ય કણજારીયાએ ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કર્યાની ફરિયાદ અધિક્ષકને કરી હતી.

અધિક્ષકે ખુલાસો પૂછી અને ફરિયાદ જિલ્લા આરોગ્યમાં મોકલ્યો હતો. જેમાં બ્રધર ભવ્યને છુટા કરવાનો હુકમ આવતા અધિક્ષકે છુટા કર્યા હતાં. ભવ્યને છુટા કર્યાની જાણ ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફને થતાં હોસ્પિટલનો ડોકટર સહિતનો તમામ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો અને ડોક્ટરે ઓપીડી જોવાની ના પાડી દેતા દર્દીઓ રામ ભરોસે મુકાઇ ગયાં. જેથી અધિક્ષક દ્વારા હડતાળ પર ગયેલા સ્ટાફને પરત ફરવા સમજાવતા બ્રધરને પરત ફરજ પર લેવાની શરત રાખી હતી. જેની જાણ અધિક્ષકે જિલ્લા કચેરીએ કરતા ભવ્ય કણજારીયાને ફરજ પર પરત લેતા હડતાળનો અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...