જેતપુરને સાડીઉદ્યોગનું હબ માનવામાં આવે છે. જેતપુરની સાડીઓ દેશ વિદેશમાં ભારે માંગ ધરાવે છે, તેટલું જ પ્રદુષણમાં પણ જેતપુર પ્રખ્યાત બની ગયું છે, ત્યારે અત્યાર સુધી નદીઓમાં લાલ પાણી જોવા મળતું હતું તે હવે લોકોના ઘર સુધી લાલ પાણી પહોંચી ગયું છે ત્યારે ચાંપરાજપૂર ગામમાં આજુબાજુના રહીશોના ઘરમાં આવેલ બોરમાં લાલ પાણી આવતા ચાંપરાજપૂરની આજુબાજુ વિસ્તારના રહીશો પરેશાન થઇ ગયા છે અને જો આવનાર પંદર દિવસમાં આ સમસ્યાનો નિકાલ નહીં થાય તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.
જેતપુર તાલુકાના ચાંપરાજ પૂર ગામના લોકો લાલ પાણીથી પરેશાન થઈ ગયા છે. એસોસિએશન દ્વારા અનેક પ્રકારના કડક પગલાં ભરી શહેરમાંથી ગટર કેન્સલ કરી નાખી ટેન્કર દ્વારા ડાયરેક્ટ CEPT પ્લાન્ટમાં દુષિત પાણી ઠાલવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોઇ, શહેરમાંથી આ પાણી સમસ્યાનો આંશિક ઉકેલ આવી ગયો છે પરંતુ હજુ પણ અમુક કારખાનેદારો ટેન્કર દ્વારા પ્લાન્ટ ઉપર પાણી આપવાને બદલે પોતાના ભૂગર્ભ ગટરમાં ડાયરેક્ટ ઠાલવતા હોઈ અને બોર વાડીઓમાં પ્રદુષણ યુક્ત પાણી આવવા લાગ્યું છે અને હવે તો ઘરે આવું પાણી આવતાં લોકોમાં ભારે રોષ છવાયો છે.
લોકોએ રોષભેર જણાવ્યું હતું કે આ લાલ પાણીને કારણે અમો અમારા બાળકને વેચાતું પાણી લઇને પીવડાવીએ છીએ, આવું પાણી પીવું કેવી રીતે? અમારા બોરના પાણીનો અમે ઉપયોગ કરી શકતા નથી. આથી જો પંદર દિવસમાં અમોને ચોખ્ખું પાણી નહીં મળે તો અમો આંદોલન કરીશું તેવી ચીમકી અંતમાં ઉચ્ચારવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.