તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોને પડ્યા પર પાટું:જેતપુરમાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં ઘઉં નાપાસ કરાતા ખેડૂતોમાં અસંતોષ

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોરાજીથી આવેલા ખેડૂતની એક બોરીમાંથી ધનેડું નીકળતા ઘઉં રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોને જણસી અહીં સુધી લાવવાનો ખર્ચ પણ માથે પડ્યો હતો. - Divya Bhaskar
ધોરાજીથી આવેલા ખેડૂતની એક બોરીમાંથી ધનેડું નીકળતા ઘઉં રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોને જણસી અહીં સુધી લાવવાનો ખર્ચ પણ માથે પડ્યો હતો.

જેતપુરમાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કેન્દ્ર ખાતે કેટલાક ખેડૂતોના ઘઉં રિજેક્ટ થતા ખેડૂતોમાં દેકારો બોલી ગયો હતો. છેલ્લા ઘણા લાંબા સમયથી ટેકાના ભાવથી ઘઉં વેચવા માટે રાહ જોઇ રહેલા ખેડૂતને પડ્યા માથે પાટુ જેવા ઘાટ જોવા મળ્યો હતો.

ધોરાજીના ભોળા ગામના ખેડૂતે જણાવ્યુ હતુ કે પહેલા અમોને સરધારનુ સરનામુ આપેલ હતું અને ત્યારથી ના કહેતા બાદ અહી આવ્યા હતા . બે માસ પહેલા ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી પણ કરાવી દીધી હતી . ઘઉંના એક કટ્ટામાં ધનેડું જોવા મળતા અધિકારીએ તમામ બત્રીસ કટ્ટા રિજેક્ટ કરી નાખ્યા હતા. આ સિવાય મારા બીજી વકલના ઘઉંને પણ રદ કરી નાખ્યા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી માલ વેચાણની રાહ જોઇને બેઠેલા ખેડૂતોને તેમની જણસી રદ કરી દેવાતાં ભારે રોષ છવાયો છે.

ખેડુતોને ઘઉં રિજેક્ટ કરવાના ધારાધોરણ અંગે અધિકારીઓ દ્વારા અગાઉ કોઇ જાણકારી આપવામા આવતી નથી. સારા ભાવની આશા સાથે ધોમધખતા તાપમાં કે જ્યાં પીવાના પાણીની પણ કોઇ સગવડ રાખવામા આવી ન હોય તેવા સ્થળે આવેલા ખેડૂતોના સામાન્ય બાબતે ઘઉં રિજેક્ટ થતા કેટલાક ખેડુતોમા ઘોર નિરાશા સાથે રોષ વ્યાપી ગયો હતો. જોવાની ખૂબી એ છે કે ટેકાના ભાવથી ખરીદી કેન્દ્રના સ્થળે જો અચાનક વરસાદ પડે તો ઘઉંને પલળવાથી બચાવી શકાય તેવી પણ કોઇ વ્યવસ્થા કરવામા આવેલ નથી. આથી ખેડૂતોના ભાગે તો બેવડો માર સહન કરવાનો આવે છે.

અન્ય સમાચારો પણ છે...