દીવાલ બનશે તો જોયા જેવી થશે:જેતપુરમાં બે સોસાયટીના રહીશો વચ્ચે રસ્તા બાબતે બબાલ

જેતપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશાલ વાટિકાના રહીશોએ દીવાલનું કામ શરૂ કરતાં ઘનશ્યામ વાટિકાના લોકો વિફર્યાં

જેતપુરની બે સોસાયટીના લોકો વચ્ચે રસ્તે ચાલવા બાબતે ચાલતી માથાકૂટમાં રવિવારે વિશાલ વાટીકાના રહીશોએ ઘનશ્યામ વાટીકાના રહીશોને ન ચાલવા દેવા રસ્તાની આડશરૂપ દિવાલ બનાવવાનું કામ હાથ ધરતા તે દિવાલ બની તો પાડી નાખવાની ચીમકી ઘનશ્યામ વાટીકાના રહીશોએ દીધી હતી જેના પગલે વાતાવરણ ગરમાયું હતું.

જેતપુર બાયપાસ પર આવેલ વિશાલ વાટીકાની મહિલાઓએ મામલતદાર કચેરીએ તેમના વિસ્તારમાં પાંચ વૃક્ષો પાલિકાએ ધરાશાયી કરી નાખ્યા તે બાબતે મોરચો માંડ્યો હતો. જેમાં આ વૃક્ષો ઘનશ્યામ વાટીકાના રહીશોને ચાલવના રસ્તાની આડશરૂપ વાવ્યા હોવાથી તે રહીશોને હાલ ચોમાસામાં કિચડવાળા અને ઉબડ ખાબડ રસ્તા પર ચાલવું પડતું હોવાથી તે વિસ્તારવાસીઓને માંગને કારણે પાલિકાએ રસ્તાની આડશરૂપ વૃક્ષો ધરાશાયી કરી રસ્તો ચાલવા માટે ખોલ્યો હતો.

આથી વિશાલ વાટીકાના રહીશોએ દિવાલ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીને કારણે બંને સોસાયટીના રહીશો વચ્ચે ફરીથી માથાકૂટ સર્જાઇ હતી. ઘનશ્યામ વાટીકાના દિપકભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારા બિનખેતીના પ્લાનમાં વિશાલ વાટીકામાંથી ચાલવાનો લગત રસ્તો છે અને હાલ રસ્તો કાચો હોય ત્યાંથી ચાલી શકાય તેવુ ન હોવાથી અમારે વિશાલ વાટીકામાંથી ચાલવું પડે છે .અમારો રોડ પાકો થઈ જાય પછી અમને એ રસ્તાની જરૂર નથી.

બીજી તરફ વિશાલ વાટીકાના શિલ્પાબેન ચત્રભુજે જણાવેલ કે, અમે પાંચ આયુર્વેદિક વૃક્ષો ઉગાડ્યા હતાં તે આ લોકોની ફરીયાદ પરથી પાલિકાએ ધરાશાયી કરી નાખ્યા આ લોકો અમારા વિસ્તારમાંથી પુરપાટ ઝડપે વાહનો લઈને નીકળે છે તેમાં અમારા બાળકોને ઇજા પહોંચે તો જવાબદાર કોણ ? વાહનો અમે ચાલવા નહિ દઈને તે માટે અમો દીવાલ બનાવીને જ રહેશું.

અન્ય સમાચારો પણ છે...