હાલાકી:જેતપુર બોખલા દરવાજા વિસ્તારમાં ગંદકી જ લોકોનું કરે છે સ્વાગત !

જેતપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસપાસના 25 ગામડાંના મુસાફરોની અહીં રોજ આવનજાવન

જેતપુરના મહત્વના એવા બોખલા દરવાજા વિસ્તાર કે જ્યાં આસપાસના 25 ગામના લોકો દૈનિક મુસાફરી અને આવનજાવન કરે છે ત્યાં પાસે જ ગંદકીની ભરમાર ખડકાઇ છે અને તે જ જાણે લોકોનું અભિવાદન કરે છે. લોકોને ફરજિયાતપણે અહીંથી નાકનું ટેરવું ચડાવીને પસાર થવું પડી રહ્યું છે છતાં પાલિકાના સત્તાધિશોને આ ગંદકી નજરે પડતી નથી.

કોઈ પણ શહેર હોય તેના રસ્તાઓ વચ્ચે કોઈ ચોક આવતો હોય અને ચોવીસેય કલાક વાહન વ્યવહારથી ધમધમતો હોય તો તે ચોક સુઘડ, સ્વચ્છ હોય છે. અને હિતેચ્છુ સત્તાધિશો હોય તો ચોકની વચ્ચે ફુવારો, બગીચો કે કોઈ મહાનુભાવનું બાવલું હોય અને સિનિયર સિટીઝનને બેસવા માટે બાંકડાની વ્યવસ્થા કરે, પરંતુ અહીં જેતપુરમાં આવી સુવિધા ન નથી. શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં બિલકુલ લોકોને દુવિધા પડે તેવી રીતનો ચોકની વચ્ચોવચ્ચ એક જાહેર ઉકરડો કરવામાં આવેલ છે.

અહીંથી તાલુકાના 25 ગામના મુસાફરો લોકલ વાહનો દ્વારા મુસાફરી કરે છે. એટલે અહીં મુસાફરો તેમજ વાહન ચાલકોનો જમાવડો જામેલો જ હોય છે ઉપરાંત અહીં દાણાપીઠ પણ આવેલ છે. ચાર રસ્તાને જોડતા ચોકમાં જ દુર્ગંધ મારતો જાહેર ઉકરડો હોવાથી વેપારીઓ, મુસાફરો તેમજ વાહન ચાલકોથી 24 કલાક ધમધમતા ચોકમાં ઉકરડાની દુર્ગંધથી પરેશાની ભોગવે છે.

અન્ય સમાચારો પણ છે...