તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ચોટીલા ભાજપ પ્રમુખનાં મોતની તપાસની માગણી

જેતપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જેતપુરમાં આગેવાનોનું આવેદન

જેતપુરમાં કોળી સમાજના આગેવાનોએ મામલતદાર કચેરીએ ધસી જઇને ચોટીલા તાલુકાનાં કોળી સમાજનાં આગેવાન, ભાજપ તાલુકા પ્રમુખ વિરજીભાઈ જાદવભાઇ પરાલિયા તેમના પુત્ર તા. પં. ઉપ પ્રમુખ તરીકે ચૂટાઇ આવતા ગુરૂવારનાં બહાર ગયા હતા જેઅોનું મૃત્યુ શંકાસ્પદ થયું હોય તેની તપાસ કરવામાં આવે તે માટે આવેદનપત્ર અપાયું હતું.

કોળી સમાજના આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે આ બનાવ ખુનનો છે., અકસ્માતનો નહીં. આથી સંપૂર્ણ તટસ્થ તપાસ કરી સત્ય હકીકત બહાર આવે એવી લાગણી છે .સાથે જેતપુર તાલુકાનાં માંધાતા ગ્રુપ તથા કોળી સમાજનાં લોકોની એવી માંગણી છે કે આ તપાસ સી.આઈ.ડી. ક્રાઈમને તપાસ સોંપવામાં આવે. આ દરમિયાન જો કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાત કોળી સમાજ આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો