તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:જેતપુરના જકાતનાકા રોડ પરના અંધારા ઉલેચાયા, સ્ટ્રીટલાઇટ શરૂ

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરના અહેવાલના પગલે તાબડતોબ કામગીરી હાથ ધરાઇ

તાઉતે વાવાઝોડાના કારણે જેતપુર શહેરમાં અજવાળા પાથરતી સ્ટ્રીટ લાઈટ પર અસર પહોંચી હતી. અને વરસાદના સામાન્ય છાંટામાં એલઈડી લાઈટ લબુક-ઝબુક થવા માંડી હતી. આટલો સમય વીતી જવા છતાં પાલિકા તંત્રએ કોઇ જ કામગીરી હાથ ધરી ન હતી અને જકાતનાકા રોડ પર સ્ટ્રિટ લાઈટ બંધ રહેતા રાત્રી પડતા જ અંધારપટ છવાતા લોકોએ હાલાકી વેઠવાની નોબત આવી હતી. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં આવતાંની સાથે જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને સ્ટ્રીટલાઇટ રીપરિંગ સહિતની કામગીરી આરંભી અંધારા ઉલેચી લીધા હતા.

જેતપુર શહેરના નાજાવાળા પરા પાસે આવેલ જકાતનાકા રોડ પર રાત્રે સ્ટ્રિટલાઇટ છેલ્લા કેટલાય સમયથી બંધ પડી હતી, જેનાથી વાહનચાલકોને તકલીફ પડતી હતી, તો અનેક વીજપોલ પરથી લાઈટ જ ગાયબ હતી. પરંતુ અહેવાલના પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું અને લાઇટ નાખવાનું કામ શરૂ કરી દેવાતાં લોકોમાં હર્ષ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...