ફરિયાદ:ધાર્મિક લાગણી દુભાવવા અંગે લઘુમતી શખ્સ સામે ગુનો નોંધાયો

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયો જાહેર થતાં રામ જન્મોત્સવ સમિતિએ ફરિયાદ નોંધવા કરી હતી માંગ
  • જેતપુર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી

જેતપુરમાં એક મુસ્લિમ શખ્સ દેશને, ભગવાન રામને, સમસ્ત હિન્દુઓને, વડાપ્રધાનને ગાળો આપવાનો તેમજ વડાપ્રધાન સામે મળે તો ગોળી મારી આપવાની ધમકી આપતા હોવાનો ઓડિયો જાહેર થયા બાદ સીટી પોલીસે ધાર્મિક લાગણી દુભાવવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપવાની અંગેની તેની સામે ફરિયાદ નોંધી હતી.

જેતપુરના નટુભાઈ બુટાણીને બે દિવસ પૂર્વે શહેરના નવાગઢ વિસ્તારમાં રહેતો જાવીદ ભીખુભાઈ કુરેશી નામના મુસ્લિમ શખ્સે મોબાઈલ પર કોલ કર્યો હતો.જેમાં જાવેદે ભાજપને, પૂર્વ મંત્રી તેમજ વડાપ્રધાન મોદીને ગાળો આપી ધમકી આપી હતી. અને અંતે નટુભાઈને પણ માર મારી જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. આ અંગે રામ જન્મોત્સવ સમિતિ દ્વારા એએસપીને એક આવેદન પાઠવી દેશને તેમજ હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન રામને ગાળો આપવા બદલ રાષ્ટ્રદ્રોહ તેમજ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાની તેમજ નટુભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધવા માટેની માંગ કરી હતી.

બીજી બાજુ પોલીસે નટુભાઈનો સંપર્ક કરીને ફરીયાદ નોંધાવી હોય તો પોલીસ ફરીયાદ લેવા તૈયાર હોવાનું જણાવતા નટુભાઈએ સીટી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જાવેદ સામે આઈપીસી ક.૨૯૫ એ, ૫૦૪, ૫૦૬(૨) હેઠળ ફરીયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...