ફરિયાદ:જેતપુરમાં અમુક શિક્ષકોએ હાટડાં ખોલ્યાની ફરિયાદ

જેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાદી થેલીમાં પુસ્તકો લાવવાનું કહેવાય!

જેતપુરમાં વિશ્વભરમાં વ્યાપેલી કોરોનાની મહામારીના કારણે 9 માસથી સ્કૂલો બંધ રાખવામાં આવેલ છે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કરેલ હતું, જેનાં પગલે શિક્ષકોએ ટયુશન પણ ઓનલાઈન ચાલુ કરી દીધાં, પરંતુ છેલ્લા થોડાં દિવસોથી ટયુશનિયા શિક્ષકોએ ઓનલાઈન બંધ કરી ફરજિયાત રેગ્યુલર ટયુશન ચાલુ કરી વિદ્યાર્થીઓને આવવા ફરજ પાડવામાં આવતી હોવાની વાલીઓમાં રાવ ઉઠી છે. અમુક શિક્ષકો રૂપિયાની લાલચે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરતાં જ નથી. તેને સ્કુલ બેગને બદલે પુસ્તકો સાદી થેલીમાં લાવવાનું કહે છે અને ટયુશન ચાલુ રાખે છે. હાલ સ્કૂલો પણ ચાલુ કરવામાં આવી નથી અને સંક્રમણ ન વધે તે માટે કોઈપણ જોખમ લેવા માગતાં ન હોય, છતાં ટયુશન ચલાવતાં શિક્ષકોએ નિયમોને નેવે મુકી કલાસીસ ખાનગીમાં ચાલુ કરી દીધાની વાલીઓમાં રાવ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...