કાર્યવાહી:જેતપુરમાં ફાંસો ખાઇ મોત માગનારી યુવતીના સાસરિયાં સામે અંતે ફરિયાદ

જેતપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દહેજ માટે મરવા મજબૂર કર્યાનો માવતરનો આક્ષેપ

જેતપુરના જગાવાલા ચોરા વિસ્તારમાં આવેલા રોયલ એપાર્ટમેન્ટમાં રહેતી સુજાન વાડીવાલાએ સોમવારના રોજ પોતાના ઘરે અગમ્ય કારણસર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતના આ બનાવમાં મૃતકના પરીવારજનો પ્રથમથી પોતાની પુત્રીને સાસરિયાનો ત્રાસ હોવાનો આક્ષેપ કરી મોત અંગે શંકા વ્યક્ત કરી હતી અને પોતાની પુત્રીના મોતનું સચોટ કારણ જાણવા તેણીનું ફોરેન્સિક પીએમ કરાવવાનો નિર્ણય લઈ મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે લઈ ગયાં હતાં.

રાજકોટના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા સુજાનના પિતા અશરફભાઈ ફુફારે નોંધાવેલી ફરીયાદ મુજબ તેમની પુત્રીના લગ્ન રાહીલ વાડીવાલા સાથે થયા હતા. લગ્નની શરૂઆતથી જ તેણીનો પતિ સારી રીતે રાખતો ન હતો. સાસુ મકસુદાબેન મેણાટોણા મારતી, વાસી જમવાનું આપતી અને અસહ્ય ગરમીમાં પંખો પણ ચાલુ કરવા દેતી નહિ. અને જામનગરના જોડિયા ગામે સાસરે રહેલી નણંદ રાહીલબેન અલતાફભાઈ માલફાણી સામાન્ય બાબતે પણ મેણા મારતી તેમજ દિયર સાહિલઅને પતિ માનસિક ત્રાસ આપતા હતા. પોલીસે પતિ રાહીલ, સાસુ મકસુદાબેન, નણંદ રાહીલાબેન અને દિયર સાહિલ સામે માનસીક ત્રાસ આપી મરવા માટે દુષ્પ્રેરણા કરતા હોવાની ફરીયાદ નોંધીને ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...