તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:જેતપુર ડાઇંગ એસોસિએશનની કારોબારી સમિતિનું બાળમરણ

જેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવા માસ પૂર્વે ગઠન થયું
  • વાંધા પડતાં તમામ સભ્યોના રાજીનામા

એ ગ્રેડની જેતપુર નગરપાલિકા કરતા પણ પાવરફૂલ ગણાતી જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની સવા મહિના પૂર્વે જ બનેલ નવી કારોબારી આજે વિખેરાઈ જતા એસો. ની નવી બોડીનું બાળમરણ થઈ ગયું હતું.

ટૂંકમાં જ ફરી નવી સમિતિની રચના કરવાના ચક્રો ગતિમાન
પચીસોથી ત્રણ હજાર કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનની છેલ્લા એક વર્ષથી બધી કામગીરીમાં સખળ ડખળ ચાલતું હોય તેવું લાગે છે. કેમ કે ગત વર્ષના ઓગષ્ટ મહિનામાં એસોસિએશનના નવા પ્રમુખ તરીકે ભાવીકભાઈ વૈષ્ણવે ચાર્જ તો સાંભળ્યો પરંતુ માત્ર સાત મહિનામાં જ તેઓએ રાજીનામુ આપી દીધું. જેથી સાડી ઉદ્યોગ સમૂહના વહીવટ માટે પાંચ કારખાનેદારોની ગવર્નીંગ બોડી બનાવવામાં આવેલ હતી. પરંતુ આ બોડીને પણ બે મહિનામાં વિખેરી સવા મહિના પૂર્વે નવી કારોબારની રચના કરવામાં આવી અને પ્રવીણભાઈ ગોંડલીયા પાસેથી રાજીનામું લેવડાવી નવી બિનઅનુભવી કંપનીને સંચાલન સોંપી દેવામાં આવ્યું. આંતરીક ઉહાપોહને શાંત પાડવા પ્લાન્ટનું સંચાલન પ્રવીણભાઈ ગોંડલીયાને ફરી સંભાળી લેવા જણાવવામાં આવ્યું છે. અને દોઢ મહિના પૂર્વે જ બનેલી કારોબારીના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોએ પોતાના હોદ્દા પરથી આજે રાજીનામા આપી દીધા હતા અને એસોસિએશનના વહીવટ માટે ચાર પાંચ દિવસમાં ફરી ગવર્નીંગ બોડીની નિમણૂકની રચના કરાશે.

અન્ય સમાચારો પણ છે...