સમસ્યા:જેતપુરના ભાદર-2 ડેમના તાજા પાણીમાં ભળ્યા કેમિકલ્સ

જેતપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ તો ચોમાસુ પુરુ નહીં થયું ત્યાં જ પ્રદુષણના પાપીઓ સક્રીય બની ગયા અને ડેમના પાણી ડહોળ્યા - Divya Bhaskar
હજુ તો ચોમાસુ પુરુ નહીં થયું ત્યાં જ પ્રદુષણના પાપીઓ સક્રીય બની ગયા અને ડેમના પાણી ડહોળ્યા
  • કારખાનેદારો તૂટેલી ગટરોમાં ગંદા પાણી વહાવતા અચકાતા નથી

પંદર દિવસ પહેલા ભારે વરસાદને કારણે જેતપુરની મધ્યમાંથી પસાર થતી ભાદર નદીના પટમાં આવેલા વોટર કલકેશન સંપ અને નદીમાં જ આવેલી ગટરો તૂટી ગઈ હોવાથી કારખાનેદારોએ કેમિકલ યુક્ત પાણી નદીમાં મોટા ભૂંગળા નાખી ઠાલવતા નદી તેમજ ભાદર ડેમ-૨ના તાજા પાણી પ્રદુષિત થઈ રહ્યા છે.

જેતપુરના સાડીઓના કારખાનાઓનું કેમિકલ યુક્ત પ્રદુષિત પાણી એકઠું કરવાનો ભાદર નદીમાં આવેલ વોટર કલેકશન સંપની દિવાલ તેમજ નદીમાં જ રહેલી કારખાનાઓની ગટર વીસ દિવસ પૂર્વે નદીમાં આવેલ પુરમાં તૂટી ગઈ હતી. જેનું સમારકામ ચાલુ હતું તે દરમિયાન એટલે કે જન્માષ્ટમી ઉપર કારખાનાઓ બંધ રાખવાનો ડાઇંગ એસોસિએશન દ્વારા સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારે વરસાદમાં ભાદર ડેમ સતત ઓવરફ્લો રહેતા નદીમાં ઘોડાપુર આવ્યા અને નદીમાં રીપેર કરેલી ગટરો ફરી તૂટી ગઈ અને બીજીબાજુ બધા કારખાનાઓ પણ ચાલુ થઈ જતા કારખાનાઓનું પ્રદુષિત પાણી કલેકશન સંપને બદલે સીધુ નદીમાં વહીને ભાદર નદીમાં ભળતા નદીમાં રીતસરનું બે કલરવાળું પાણી એક કેમીકલ યુક્ત અને બીજું તાજું વરસાદી પાણી પુલ પરથી જોતા નજરે પડે છે. અને આ મિશ્રણથી વરસાદી પાણીથી શુદ્ધ થઈ ગયેલ ભાદર નદી તેમજ ભાદર ડેમ-૨ના પાણીને પ્રદુષિત થવા લાગ્યા છે.

વડી કચેરીમાં રિપોર્ટ કરી દેવાયો છે
જીપીસીબીના રીજનલ ઓફિસર આર. બી. સોલંકીએ જણાવેલ કે તેઓની ટીમ નદીની અંદર તૂટેલ ગટરો તેમજ પ્રદુષિત પાણીના નમૂના લઈ વડી કચેરીમાં રીપોર્ટ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...