તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઇસન્સ રદ:જેતપુરમાં સસ્તા અનાજના દુકાનદારનું લાઇસન્સ રદ, ગ્રાહકોને દેવાના ચણાના કાળાબજાર થતા

જેતપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જેતપુરના નવાગઢમાં સસ્તા અનાજના એક દુકાનદાર દ્વારા લાભાર્થી રાશનકાર્ડ ધારકોના હક્કના બે-બે કિલો ચણાંમાંથી માત્ર એક-એક કિલો જ આપતાં હોવાની ગ્રાહકોની ફરીયાદ બાદ પુરવઠા તંત્રએ ત્યાં તપાસ આદરીને તેને ત્યાં દસ ટન અનાજ સ્થગિત કર્યા બાદ આજે તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કર્યું હતું.

જેતપુરના સરધારપુર દરવાજા પાસે સસ્તા અનાજની દુકાન ચલાવતા કાજી યાહયાને રાશનકાર્ડના લાભાર્થીઓને સરકાર દ્વારા કોરોનાને પગલે નિઃશુલ્ક અપાતા ચણાં બે કિલોને બદલે એક કિલો જ અપાતા હોવાની કેટલાક ગ્રાહકોએ બે દિવસ પૂર્વે પુરવઠા તંત્રને ફરીયાદ કરતા પુરવઠા તંત્ર હરકતમાં આવ્યું હતું અને દુકાનદારને ત્યાં ધસી જઇને ગ્રાહકોના નિવેદન લીધા હતા અને સમગ્રતયા તપાસ હાથ ધરી હતી. પુરવઠાની ટીમ દ્વારા પણ પરવાનેદાર સામે આકરા પગલાં રૂપે ઘઉં, ચોખા, ખાંડ, ચણાં, મીઠું તેમજ તેલ સહિત દસેક ટનનો માલ સ્થગિત કરી દીધો હતો. એટલુ જ નહીં આજે જિલ્લા પુરવઠા તંત્રએ આજે કાજી યાહયાનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો