જેતપુરની એસબીઆઈ શાખામાં કેશિયર તરીકે નોકરી કરતા વિજય ગંગારામ દાણીધારીયા (રહે. વીરપુર) નામના શખ્સે બે મહિના પહેલાં બેન્કમાંથી 43.75 લાખની ઉચાપત કરી હોવાની લીધાની બેંકના મેનેજર મનોજ કુમારે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં કેશિયરનો એક પત્ર પણ પોલીસને મળી આવ્યો હતો જેમાં પોતે આ ઉચાપત મજબૂરીમાં કરી રહ્યો હોય તેના પરિવારજનોને હેરાન ન કરવાનું જણાવ્યું હતું.
જો કે આ શખ્સ છેલ્લા બે મહિનાથી પોલીસને હાથ ન આવતો ન હતો અને પોલીસની તપાસમાં આ તફડંચીમાં એક અન્ય શખ્સ સામેલ હોવાનું બહાર આવતાં તે શખ્સની પોલીસે અટકાયત કરી લીધી હતી અને આથી વિજયને પણ ડર લાગ્યો હતો કે ગમે ત્યારે પોલીસ તેને ઝડપી લેશે. આથી તેણે વીરપુરના જ એક મંદિરમાં ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.