જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં આવેલા મકાનમાં દારૂ સંતાડ્યો હોઈ પોલીસને બાતમી મળતા સિટી પોલીસનો કાફલો ધસી ગયો હતો ત્યારે બુટલેગરોએ સાથે મળી પોલીસ કર્મી સાથે ઝપાઝપી કરી દારૂની બોટલો ફોડી દરોડા દરમિયાન અવરોધ પેદા કરી મદદગારી કર્યાનો ગુનો જેતપુર સિટી પોલીસ મથકે નોંધાયો છે.
બાપુની વાડી વિસ્તારમાં જતીન ઉર્ફે બંટી વાઘેલા મકાનમાં દારૂનો વેપલો કરતો હોવાની બાતમીના અાધારે પોલીસ ત્રાટકી હતી અને અે વખતે ડેલી અંદર ઇસમે બાથરૂમમાંથી દારૂની બોટલો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. જો કે પોલીસ ડેલીમાં ગઇ કે તરત જ આરોપી જતીને પોલીસ કર્મી મંદીપસિંહ સાથે ઝપાઝપી કરી હતી.
ઝપાઝપી દરમ્યાન જતીને અન્ય આરોપી પંકજભાઇ તેજાભાઇ વાઘેલાનું નામ આપ્યું હતું, સાથે જતીન ઉર્ફે બંટી રમેશભાઇ વાઘેલા બાપુની વાડીમાં ગયો હોવાનું જણાવતા પોલીસ તેમને પકડવા દોડી હતી,આ દરમિયાન મનીષ ઉર્ફે કાળો હરીભાઇ પારઘી તથા તેનો ભાઇ ભરત હરીભાઇ પારઘી નાસી જવામાં સફળ રહ્યા હતા.
પોલીસે પંકજભાઇ તેજાભાઇ વાઘેલા, જતીન ઉર્ફે છંટી રમેશભાઇ વાઘેલા, મનીષ ઉર્ફે કાળો હરીભાઇ પારઘી તથા ભરત ઉર્ફે કટીયો હરીભાઇ પારઘી સામે ગુનો દાખલ કર્યો છે અને એક અારોપીની ધરપકડ કરી અન્ય ત્રણ ફરાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.