ધરપકડ:જેતપુરમાં બૂટલેગરને 1.40 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયો

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાસામાં 6 મહિનાની સજા ભોગવી, છૂટીને ફરી લક્ષણ ઝળકાવ્યા

તાજેતરમાં 6 મહિનાનો સમય પ્રોહિબિશનના ગુનામાં પાસા ભોગવીને આવેલો બુટલેગર ડબલીએ ફરી અંગ્રેજી દારૂ ઉતાર્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂનો 1,40,400 રૂપિયાનો જથ્થો પકડી પાડ્યો હતો.

પ્રોહિબિશનના જુદાજુદા ગુનામાં પાસામાં જેલયાત્રા કરી ચૂકેલા, તાજેતરમાં પાસામાંથી છુટેલો ડબલી ઉર્ફે અનીલ બારૈયાએ બાપુની વાડી સ્થિત મકાનમાં અંગ્રેજી દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડતાં જુદીજુદી બ્રાન્ડની દારૂની 336 બોટલ કિંમત રૂપિયા 1,40,400નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો જપ્ત કરી ધરપકડ કરી હતી.

જન્માષ્ટમીના તહેવાર ઉપર એક મોટા જુગરધામમાં ડબલી લાખો રૂપિયા હારી ગયો હોય અને હારી ગયેલી રકમ કર્જે લીધેલી હોય તે કર્જો ચૂકવવાના આશયે દારૂ મંગાવ્યો હતો. પરંતુ પોલીસે દારૂ ઝડપી લેતા તમામ ગણતરી ઉંધી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...