તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:કાગવડ ખોડલધામ મંદિરે ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

જેતપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેતા અને અાગેવાનો ઉત્સાહમાં ગાઇડલાઇન ભૂલ્યા - Divya Bhaskar
નેતા અને અાગેવાનો ઉત્સાહમાં ગાઇડલાઇન ભૂલ્યા
  • કોરોના હજુ ગયો નથી, દો ગજની દૂરી અને માસ્કનો નિયમ પ્રજા માટે જ?

પ્રદેશ ભાજપના યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખે ધાર્મિક સ્થળોના દર્શન માટે માટે કાર્યક્રમો શરૂ કર્યા છે ત્યારે ખોડલધામ ખાતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર કાર્યક્રમો યોજતા તેઓ કેમેરામાં કેદ થઇ ગયા હતા. નિયમ ભંગ બદલ પ્રજા પર દંડના કોરડા વીંઝવામાં આવે છે અને નેતાઓ સામે કોઇની આંગળી સુધ્ધાં ઉંચી થતી નથી.ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ તેમના કાફલા સાથે કાગવડ ખાતેના ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા હતા. પ્રશાંત કોરાટ હાલમાં જ ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પહેલા તેમના માતા જશુમતીબેન કોરાટ પણ ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા છે. યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા યોજવામાં આવેલી ધાર્મિક યાત્રામાં તેઓ અને તેમના સમર્થકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા.

આ સાથે જ ખોડલધામ મંદિર પરિસરમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ માસ્ક વગર કોરોના ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા નજરે ચડ્યા હતા. તેમ છતાં પ્રજા સામે શૂરા પોલીસ અને વહીવટી તંત્ર અહીં આંખ આડા કાન કરવામાં કોઇ કમી રાખતા નથી. જો આ નેતાઓની જગ્યાએ કોઈ સામાન્ય નાગરિક હોત તો તેમની પાસે પોલીસ દ્વારા માસ્કનો દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોત.

અન્ય સમાચારો પણ છે...