તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જેતપુરના ખીરસરામાં ST બસે અડફેટે લેતાં બાઇકસવારનું મોત

જેતપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોણપરી ગામે કામ સબબ જતા હતા

જેતપુર તાલુકાનાં ખીરસરા ગામ પાસે એસટી બસે કુકાવાવ તાલુકાનાં મનુભાઈને હડફેટે લેતાં જૂનાગઢ સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. સાણથલી ગામે રહેતાં મનુભાઈ નશીત પોતાનું બાઈક નં. જીજે-૧૪એપ ૩૯૯૬ વાળું લઈ મોણપરી ગામે કામ સબબ જતાં હોય ત્યારે ખીરસરા ગામ નજીક ફૂલ સ્પીડે આવતી એસ.ટી.બસ નં.જીજે-૧૮ ઝેડ ૫૪૫૬નાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી બાઈકને હડફેટે લેતાં મનુભાઈને માથામાં તેમજ પગમાં ગંભીર ઈજાઓ થતાં લોહી નીકળતી હાલતમાં 108 દ્વારા જેતપુર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા પરંતુ તેમને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. તેનાં પુત્ર જીજ્ઞેશભાઈની ફરિયાદ પરથી તાલુકા પોલીસે એસ.ટી.બસનાં ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો