વૈષ્ણવ સમુદાય ઊમટ્યો:જેતપુરમાં મોટી હવેલીના મંદિરનું ભૂમિપૂજન સંપન્ન

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢથી વૈષ્ણવ સમુદાય ઊમટ્યો

જેતપુરમાં કેનાલની બીજી તરફ આવેલી અમરધામ સોસાયટીમાં ખૂબ વિશાળ જગ્યામાં નવનિર્મિત થવા જઈ રહેલી મોટી હવેલી નું ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી શ્રી બાલકૃષ્ણ લાલજી મહારાજશ્રી અને પૂજ્ય જેજે શ્રી પ્રિયાંક રાયજી મહોદયના હસ્તે સંપન્ન થયું. આ તબક્કે શહેરના ધારાસભ્ય તેમજ સમિતિના ચેરમેન જયેશભાઇ રાદડિયા ,સમિતિ પ્રમુખ રાજુભાઈ પટેલ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.આ ઉપરાંત જૂનાગઢથી નવનીત લાલજી મહારાજ, શરદરાયજી મહારાજ અને કેશોદથી ઉત્સવરાયજી મહારાજ બિરાજમાન થયા હતા. આ કાર્યક્રમમાં ભૂમિ પૂજન, ખાતમુહૂર્ત, ગૌપૂજન, સન્માન સમારોહ અને અંતમાં મહાપ્રસાદનું આયોજન થયું હતું. જેતપુર તાલુકા ઉપરાંત અમદાવાદ, સુરત, જામનગર, જૂનાગઢ અને રાજકોટથી વૈષ્ણવોનો સમુદાય હાજર રહ્યો હતો અને ખાસ કરીને સિંગાપુરથી પણ સેવકો હાજર રહ્યા હતા. વ્રજભૂષણલાલજી મહારાજના વૈષ્ણવ પરિકરની પણ બહોળી સંખ્યામાં હાજરી હતી. કુલ ચાર હજાર વાર જેટલી વિશાળ જગ્યામાં નવનિર્મિત થવા જઈ રહેલી આ વિશાળ હવેલીમાં ઠાકોરજીનું ભવ્ય મંદિર,વલ્લભકુલ આવાસ, બહારગામથી આવતા વૈષ્ણવો રાત્રી રોકાણ કરી શકે તે માટે વૈષ્ણવ આવાસ ,પ્રસાદ પરિસર, પુષ્ટિ ગૌશાળા ઉપરાંત વિશાળ પાર્કિંગ વ્યવસ્થા સાથે અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પવિત્ર ઉત્સવમાં દરેક વૈષ્ણવો મહાપ્રસાદ લઈને છુટા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...