તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાદર અડીખમ:અડધોઅડધ ભરેલો જુલાઇ માસના અંત સુધી ચિંતા નથી

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભડભાદર ડેમમાં હિલોળા લેતી વિશાળ જળરાશિ
જોઇને આંખ ઠરે અને મન મલકી ઉઠે તેટલો જથ્થો હજુ ભાદરમાં સંગ્રહાયેલો છે - Divya Bhaskar
ભડભાદર ડેમમાં હિલોળા લેતી વિશાળ જળરાશિ જોઇને આંખ ઠરે અને મન મલકી ઉઠે તેટલો જથ્થો હજુ ભાદરમાં સંગ્રહાયેલો છે
  • જીવાદોરી સમાન ડેમમાં 17.80 ફૂટ એટલે કે 1423 MCFT જથ્થો સંગ્રહાયેલો
  • વરસાદ ખેંચાય તો પણ રાજકોટ, જેતપુરને સિંચાઇ કે પીવાના પાણીની કટોકટી નહીં સહેવી પડે

ઓણ સાલ વરસાદ ખેંચાયો પણ અડીખમ એવા ભાદર ડેમમા જુલાઇના અંત સુધીનુ પાણી અકબંધ છે. સામાન્ય રીતે મૌસમના વરસાદની શરૂઆત પંદર જૂન સુધીમાં થઇ જતી હોય છે. આ સાલ વહેલા ચોમાસાના એંધાણની આગાહીઓ વચ્ચે વરસાદ ખેંચાયો છે. એવા સંજોગોમાં જેતપુરની જીવાદોરી સમાન અને રાજકોટનો પાણીનો સ્ત્રોત એવા ભાદરડેમમા હાલ જુલાઇના અંત સુધી ચાલે તેટલુ પાણી છે.

ભાદરડેમની ઉંડાઇનુ લેવલ ચોત્રીસ ફૂટ છે. હાલમા પાણીનુ લેવલ 17.70 ફૂટ છે. એટલે કે 1423 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ભાદર ડેમની પાણીનો જથ્થો સંગ્રહ કરવાની કેપીસીટી 6648 એમ.સી.એફ.ટી, ની છે. મોસમના પ્રારંભે ખેડૂતોની સિંચાઇ સલાહકાર સમિતિની મિટીંગમાં કરવામાં આવેલા નિર્ણય મુજબ ગત વર્ષે ભાદર ડેમમાંથી ખેતીને સિંચાઇ માટે દસ પાણ આપવામા આવેલા, જેમા 6 રવિ પાક, 2 ઉનાળુ પાક અને 2 કોરવાણ માટે આપવામાં આવ્યા હતા.

દરરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 10 એમ.જી.ડી. (મિલિયન ગેલન પરડે), ( રાજકોટ) રૂડા 1 એમ.જી.ડી., જેતપુર શહેર 3.40 એમ.જી.ડી. આ ઉપરાંત ખોડલધામ જૂથ યોજના અને અમરનગર જૂથ યોજના અંતર્ગત 0.93 એમ.જી.ડી. પાણી ભાદરડેમમાથી દરરોજ ઉપાડે છે. ભાદર ડેમનુ હાલનુ પાણીનુ લેવલ જોતા ભાદર ડેમ આધારિત વિસ્તારોને જુલાઇ અંત સુધી પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે નહી.

અન્ય સમાચારો પણ છે...