તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:આરબ ટીંબડીમાં યુવાનનો આત્મવિલોપનનો પ્રયાસ

જેતપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીનમાં દબાણ મુદ્દે ન્યાય ન મળતાં પગલું
  • કાંડી ચાંપે તે પહેલાં યુવકની કરાઇ ધરપકડ

જેતપુરના આરબ ટીંબડી ગામે જમીન પર ખડકી દેવામાં આવેલા દબાણ અંગે વહીવટી તંત્રને રજૂઆતો કરી હોવા છતાં ન્યાય ન મળતાં યુવકે જે તે સમયે આત્મવિલોપનની ચીમકી આપી હતી અને એ મુજબ તેણે શરીર પર કેરોસીન છાંટી કાંડી ચાંપવાની કોશિશ કરી હતી અને અે જ સમયે પોલીસે ધસી જઇને તેની ધરપકડ કરી લેતાં કોઇ અઘટિત બનાવ બન્યો ન હતો.

બનાવની વિગત એવી છે કે આરબટીંબડીમાં ગત ટર્મમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઇ ને સરપંચ બનેલા પ્રકાશ દેવાભાઇ પારઘીએ પોતાના શાસનકાળ દરમિયાન ગૌશાળાની પાસે આવેલી જમીન જે ભૂતકાળમાં એક દાતાએ ગાયોના ઘાસચારા માટે દાનમાં આપી હતી તે જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી પંચાયતના ખર્ચે બોર, લાઇટ કનેક્શન અને ફેન્સિંગ કરાવી લઈ હાલ ત્યાં કપાસની વાવણી કરી નાખી છે. આ જમીન પર એક સમાધિ પણ આવેલી છે જ્યાં શ્રઘ્ધાળુઓને દર્શન માટે પ્રવેશવા દેવામાં આવતાં નથી.

આ દબાણ હટાવવા માટે ગામના ભરત દિનેશભાઇ પરમારે તંત્રને અરજી કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આત્મવિલોપનની ચીમકી આપી હતી અને તે અન્વયે તેણે શરીર પર કેરોસીન છાંટી દીધું હતું અને પોતે કાંડી ચાંપે તે પહેલાં તાલુકા પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...