તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:રિસામણે આવેલી મહિલાની દીકરીને ઘરમાં બેસાડવા મુદ્દે 3 ભાઇ પર હુમલો, 1ની હત્યા

જેતપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોકા અને પાઇપ વડે હુમલો કરી ત્રણે ભાઇને મરણતોલ માર મારતાં બેની હાલત ગંભીર, આરોપી ફરાર
  • જેતપુરના સામાકાંઠા વિસ્તારના બુટલેગરની નજર ઢાંકથી આવેલી ભાણેજ પર હતી, જે મામાને પસંદ ન હતું

જેતપુરમાં મિની બિહાર તરીકે ઓળખાતા સામાકાંઠા વિસ્તારમાં રહેતા વાંક પરિવારની ભાણેજ સાથે ત્યાં જ રહેતા ઉદય નામના શખ્સને સંબંધ કરવો હોય અને તેમાં યુવતીના મામા આડખીલીરૂપ લાગતા ઉદયે તેના સાથીઓ સાથે વાંક પરીવાર પર ધોકા, પાઇપ વડે હુમલો કરી એક ભાઈની હત્યા કરી નાખી હતી અને બે ભાઈને મરણોતલ ઇજા પહોંચાડતાં આ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.

જેતપુરમાં રહેતા બહાદુરભાઇ, દિલુભાઇ અને દડુભાઇ નાગભાઈ વાંક એમ ત્રણેય ભાઈઓ તેમના પરિવાર સાથે રહી કારખાનાઓમાં છાપવાની તેમજ છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. થોડા સમય પૂર્વે આ ત્રણેય ભાઈઓની ઉપલેટાના ઢાંક ગામે સાસરે રહેતી બહેન પોતાની યુવાન પુત્રી અને પુત્ર સાથે રીસામણે આવી હતી. જેમાં બેનની પુત્રીને આજ વિસ્તારમાં રહેતા બુટલેગર એવા ઉદય ભાણકુભાઇ શેખવાની સાથે આંખ મળી ગઈ હતી. અને ઉદય તેણીને પામવા માટે ઘરેથી ભગાડી જવાનો હોવાની ત્રણેય મામાને જાણ થતાં અયોગ્ય વ્યક્તિ સાથેનો ભાણેજનો સબંધ પસંદ ન હોય થોડા દિવસ પૂર્વે ઉદયને સમજાવવા તેના ઘરે ગયા હતા. પરંતુ ઉદયે ત્રણેયને ઘરેથી કાઢી મૂક્યા હતા. જેથી બહેનનું બનેવી સાથે સમાધાન કરાવી બહેનને ભાણેજ સાથે તેના સાસરિયે ઢાંક ગામ મોકલી દીધી હતી. આ વાત ખટકતી હોવાથી ઉદય તેનો ભાઈ દિલુ અને બે અજાણ્યા શખ્સોને સાથે લઈ બહાદુરભાઇના ઘરે આવી બોલાચાલી કરતા બાજુમાં રહેતા બંને ભાઈઓએ ત્યાં આવીને સમજાવટ કરતાં ઉદય અને તેના ભાઈ દિલું સહિતના ચારેયરોએ હાથમાં રહેલા બેઝબોલના ધોકા, અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા ત્રણેય ભાઈને લોહીલુહાણ થઈ ગયા હતા. શોરબકોર સાંભળી પડોશીઓ ત્યાં દોડી આવતા ચારેય હુમલાખોર ત્યાંથી નાસી ગયા.

ઇજાગ્રસ્ત બહાદુરભાઇ, દિલુભાઇ, દડુભાઇને સારવાર માટે પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી ડોકટરે ત્રણેય ભાઈને વધુ સારવાર માટે રીફર કરતા જૂનાગઢ રીફર કરાયા હતા, જ્યાં દિલુભાઈને ડોકટરે મૃત જાહેર કર્યા હતા. અને દડુભાઈને માથામાં ગંભીર ઇજા હોવાથી તેને ત્યાંથી રાજકોટ રીફર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...