તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જેતપુરમાં સસ્તા અનાજની દુકાનમાં ખાતર પાડનારા ચાર શખ્સની ધરપકડ

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરોએ ગોંડલ યાર્ડ ખાતે ઘઉં, ચોખા વેચવા કાઢ્યા અને પગેરું મળ્યું

જેતપુરના નવાગઢ વિસ્તારમાં એસબીઆઇ રોડ ઉપર પંડિત દિનદયાળ ઉપાધ્યાય રાહત ભાવની દુકાન ધરાવતા ઇકબાલ હનીફભાઈ જાફાઈએ ત્રણ દિવસ પૂર્વે રાત્રીના સમયે તેમની દુકાનમાં રાખેલા સરકારી ઘઉં, ચોખા અને તેલની પેટીઓ, એક લેપટોપ, રોકડા મળી કુલ 35,464 રૂપિયાના મુદામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસને ચોરાયેલ ઘઉં અને ચોખાના કટ્ટા જેતપુર નવાગઢ રાંગ પાસે રહેતો આશીફ અશફાક પઠાણ નામનો શખ્સ ગોંડલ યાર્ડમાં વેચવા મૂકી ગયો હોવાની પેઢીના માલીકે જાણ કરતા, સીટી પોલીસ આ શખ્સની શોધખોળ કરતી હતી તે દરમિયાન ડી સ્ટાફના જમાદાર હિતેષભાઇ ચોહલીયાને બાતમી મળી હતી કે, ચોરાયેલો અન્ય મુદ્દામાલ નવાગઢમાં પંચાયતના ડેલા પાસે રહેતા પ્રજ્ઞેષભાઇ ઉર્ફે ભીમ જગદીશ ભાયાણીના ઘરમાં છે, આશીફ ત્યાં હાજર છે. જેથી પોલીસે તરત જ ત્યાં દરોડો પાડ્યો હતો અને લેપટોપ, કપાસીયા તેલની પેટીઓ પણ મળી આવી.

પૂછપરછમાં એવું ખુલ્યું હતું કે અન્ય મુદામાલ ગોંડલ યાર્ડ ખાતે હોવાની, તેઓની સાથે ચોરીમાં ઇમરાન અબ્દુલભાઇ શેખ, સોહીલભાઇ જાકિર સોલંકી હોવાની કબૂલાત આપતા ચારેયની ધરપકડ કરી હતી અને ગોંડલ યાર્ડ ખાતે જઈ મુદ્દામાલ જેમાં ઘઉંના કટ્ટા નં.૨૦, ચોખાના કટ્ટા નં. ૨૯, કપાસીયા તેલની પેટીઓ નં ૩, એક લેપટોપ, ટેમ્પો મળી કુલ મુદ્દામાલ રૂા.1,76,350 કબજે કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...