તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાકાંઠા વિસ્તારમાં પોલીસ ત્રાટકી:જેતપુરમાંથી 5.57 લાખના દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ

જેતપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર ફરાર શખ્સને ઝડપી લેવા કાર્યવાહી

જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં અંગ્રેજી દારૂ ઉતર્યો હોવાની ખાનગી બાતમીને આધારે રાજકોટ એલસીબીએ રેડ કરતા કાર, મોટર સાયકલ સાથે ૫૨૮ અંગ્રેજી દારૂની બોટલ કુલ મુદ્દામાલ ૫,૫૭,૬૫૦ રૂપિયા સાથે એક શખ્સની સ્થળ પરથી જ ધરપકડ કરી હતી, જ્યારે ચાર શખ્સો પોલીસને જોઇને નાસી ગયા હતાં. જેમને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

શ્રાવણ મહિનો ભાવિકો ધર્મ આસ્થા સાથે ઉજવતા હોય છે. પરંતુ કેટલાક લોકોએ આ મહિનાને જુગાર રમવાનો અને નશાનો મહિનો બનાવી દીધો છે. શ્રાવણ મહિનો શરૂ થાય એટલે જુગારની મૌસમ ખુલી હોય તે રીતે જુગાર રમાતો હોય છે, અને તેમાંય ઔદ્યોગિક શહેર જેતપુર એટલે દારૂનું પીઠું હોય તેટલી હદે દારૂ વેચાય છે અને પકડાય પણ છે.

શહેરના સામાકાંઠા વિસ્તારમાં જનમંગલ સોસાયટીમાં અંગ્રેજી દારૂ ઉતર્યો હોવાની બાતમીને આધારે એલસીબીએ રેડ કરતા ત્યાં એક કાર ઉભી હતી અને તેની પાસે ચાર જેટલા શખ્સ ઉભા હતાં. જે પોલીસને જોતા જ નાસી ગયા જેથી પોલીસને દારૂ હોવાની શંકા મજબૂત બની અને પોલીસે ત્યાં કાંટાની વાડમાં જોતા એક શખ્સ અંગ્રેજી દારૂની પેટીઓ પાસે ઉભો હતો તેને પકડતા તે બુટલેગર વિક્રમ પરમાર નીકળ્યો. પોલીસે સ્થળ પરથી ૫૨૮ બોટલ અંગ્રેજી દારૂ કિંમત રૂપિયા ૧,૮૨,૧૬૦ તેમજ કાર અને મોટર સાયકલ મળી કુલ ૫,૫૭,૬૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને પકડાયેલા વિક્રમને નાશેલ શખ્સો વિશે પૂછતાં સાગર સોંદરવા, દિપક વિંઝુડા અને પ્રકાશ પારઘીની શોધખોળ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...