તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેતપુરમાં ચાલતી એસપીજીસી શાળામાં લોકડાઉન દરમિયાન પણ વાલીઓ પાસેથી ફીના નાણાં મંગાવાયા હતા અને સીબીએસઇની મંજુરી પણ ન હોવા ઉપરાંત આરટીઇ અને એફઆરસીના નિયમનો ભંગ થયાનું ખુલતાં જે તે સમયે શિક્ષણાધિકારીએ ડીઇઓને ધગધગતો રિપોર્ટ પણ આપ્યો હતો તેમ છતાં આજ દિન સુધી કોઇ પગલાં લેવાયા નથી. શહેરના એક આગેવાને આરટીઇ કરતાં આ બાબતનો ખુલાસો થયો હતો કે આ શાળાએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી નવા સત્રની ફીના ચેક એડવાન્સ લઇ લીધા હતા.
પાઠ્ય પુસ્તકો પણ ફરજિયાતપણે અહીંથી જ લેવા દબાણ કરાતું. આથી વાલીમંડળે મંત્રી રાદડિયાને રજૂઆત કરી હતી અને આખી તપાસ શિક્ષણાધિકારીને સોંપવામાં અાવી હતી. જે અંગે તે સમયના શિક્ષણાધિકારી મુંજાલ બલમડિયાએ ડીઇઓને રિપોર્ટ કરી સમગ્ર હકિકતથી વાકેફ કર્યા હતા, તેમ છતાં વાલીઓ પાસેથી લેવામાં અાવેલી ડિપોઝિટ પરત કરવામાં નથી આવી. શાસનાધિકારીની તપાસમાં એ વખતે શાળા સંચાલકોએ એવી બાંહેધરી આપી હતી કે સીબીએસઇની મંજુરી લેવામાં આવશે, આરટીઇના નિયમનું પાલન થશે પરંતુ અાજ દિન સુધી આ બાંહેધરી પાળવામાં અાવી નથી.
ડોનેશન રૂપે ઉઘરાવેલા કરોડો રૂપિયા જમા હોવા છતાં શિક્ષકોનો પગાર કરવાનો છે તેવા બહાને ફી ઉઘરાવી લેતી આ શાળાએ ડિપોઝિટ પણ પાછી આપી ન હોવાનું ખુલ્યું છે. આખી આ બાબતને પાંચ માસનો સમય વીતી જવા છતાં હજુ સુધી કોઇ જ પગલાં ન લેવાતાં સંચાલકોને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે.
મારું કાર્યક્ષેત્ર નથી
તત્કાલીન શાસનાધિકારી બલમડિયા ડીઇઓના સીધા પ્રતિનિધિ હતા એટલે તેઓએ એસપીજીસી સ્કૂલની તપાસ કરી ડીઈઓને રીપોર્ટ આપ્યો. હું હાલ ઇન્ચાર્જ છું અને સ્કૂલ વિશેની તપાસ તેમજ પગલાં લેવાનું તમામ કાર્ય ડીઇઓ હસ્તક જ છે. જે તે વ્યક્તિને આપવામાં આવેલી માહિતી બધી ખરી છે. પરંતુ પગલાં વિશે ડીઇઓને ખબર હોય મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું.> વી.એન માલવીયા, ઇન્ચાર્જ શાસનાધિકારી
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.