માગણી:ફૂટવેરમાં GST 12 ટકા કરાતા ગોંડલ અને જેતપુરમાં આવેદન

જેતપુર/ગોંડલ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ અને જેતપુરમાં ફુટવેરના વેપારીઓએ મામલતદાર કચેરીએ ધસી જઇ જીએસટી વધારા સામે રોષ ઠાલવ્યો - Divya Bhaskar
ગોંડલ અને જેતપુરમાં ફુટવેરના વેપારીઓએ મામલતદાર કચેરીએ ધસી જઇ જીએસટી વધારા સામે રોષ ઠાલવ્યો
  • ધંધાર્થીઓ મામલતદાર કચેરીએ દોડી ગયા
  • વેપારીઓની યોગ્ય નિર્ણય લેવા ​​​​​​​

ફૂટવેરમાં સરકારે 12 ટકા જીએસટી લાગૂ કરવામાં આવતાં ફૂટવેરના ધંધાર્થીઓ અને વેપારીઓમાં રોષની લાગણી ફરી વળી છે અને ગોંડલ તેમજ જેતપુરમાં ફૂટવેરના વેપારીઓ મામલતદાર કચેરીએ દોડી ગયા હતા અને મામલતદારને આવેદન આપી આ નિર્ણય પર ફેરવિચારણા કરવા માગણીકરી છે.

બન્ને જગ્યાએ વેપારીઓએ બંધ પાળીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેતપુરમાં કૂટવેરના વેપારીઓ સરકાર દ્વારા ફૂટવેરમાં 5 ટકા GSTમાંથી 12 ટકા કરતા જેતપુરના તમામ કૂટવેરના વેપારીઓએ સવારે દુકાનો બંધ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, તેમજ જો આ ફૂટવેરમાં કરાયેલો GST નો વધારો પાછો ન ખેંચાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...