તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:જેતપુરમાં કુરાનની આયાતનો વિરોધ કરનાર વસીમ સામે આવેદન અપાયું

જેતપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુન્ની મુસ્લિમ જમાત દ્વારા FIR દાખલ કરવા માંગ

વસીમ રિઝવી દ્વારા કુરાનની 26-આયતોનો હટાવવા માટે કરી છે, અને તેના માટે સુપ્રીમકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. થોડા સમય પહેલા જ વસીમ રિઝવી દ્વારા ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુરાન શરીફ માંથી 26-આયતોને હટાવવા સંબંધિત સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ અંગે જેતપુર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા વસીમ રિઝવી ઉપર પોલીસ ફરિયાદની માંગ કરી છે. જેતપુર નવાગઢના સુન્ની મુસ્લીમ જમાતના લોકો જમાતના આગેવાનો તથા રાજકીય પક્ષના અગ્રણીઓ આજે વસીમ રિઝવી વિરુદ્ધ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ પરના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ છે તેવું જણાવ્યું હતું. તેમજ કહ્યુ હતુ કે, કુરાન શરીફ પવિત્રગ્રંથ છેલ્લા મહંમદ પયગંબરના સમયમાં અલ્લાહના આદેશ મુજબ નિર્માણ થયો છે અને દુનિયાના અંત સુધી એકપણ શબ્દનો ફેરફાર કોઈ કરી શકે નહી. પયગંબરના જીવન ચરિત્રને વાંચ્યા વગર, તેઓના વિવિધ જીવન પ્રસંગોને ધ્યાને લીધા વિના આ ગ્રંથની સંપૂર્ણ સમજ ન પામી શકનાર વસીમ રિઝવી અમારા સમાજનો માર્ગદર્શક બની બેઠો છે માટે વસીમ રિઝવીની વિરૂદ્ધ FIR દાખલ કરવી જરૂરી છે.મુસ્લિમ સમાજના ત્રણ મુસ્લીમ ધારાસભ્યો દ્વારા પણ ગુજરાતમાં ડી.જી.પી ને લેખીત ફરિયાદ આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...