તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જેતપુરના અમરાપર ગામમાં પાણી ભરેલા ખાડામાં પડી જતા પ્રૌઢનું મોત

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાયરબ્રિગ્રેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો, લોકોના ટોળાં ઊમટ્યા. - Divya Bhaskar
ફાયરબ્રિગ્રેડની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો, લોકોના ટોળાં ઊમટ્યા.
  • ઘેટાં બકરાં ચરાવતા સમયે એક બકરું પાણીમાં પડી ગયું, બચાવવા જતા બનાવ બન્યો
  • ફાયરબ્રિગ્રેડની ટીમે કલાકોની જહેમત બાદ પ્રૌઢના મૃતદેહને બહાર કાઢ્યો

જેતપુર તાલુકાના અમરાપર ગામે પાણી ભરેલ ખાણમાં અકસ્માતે પડી જતા પ્રૌઢનું મોત નીપજ્યુ હતુ. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જેતપુર તાલુકાના અમરાપર ગામમાં ઘેટા બકરા ચરાવતા માલધારી રૂડાભાઈ મુળુભાઇ અજાણા (ઉ.વ.40) બુધવારે બપોરના સમયે ઘેટાબકરા ચરાવતા હતા એવામાં એક બકરું પાણીમાં પડી જતા તેને બચાવવા જતાં પગ લપસી ગયો અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ બનાવની જાણ સરપંચને થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતાં મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમા જેતપુર લાવતા ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતક રૂડાભાઈ ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઉલ્લેખનીય છે કે પથ્થરો કાઢવાની બાબતને લઈને સરપંચ અને ગ્રામજનો દ્વારા અનેક વખત અધિકારીઓને લેખિત- મૌખિક રજૂઆતો કરવામા અવી છતા બેફામ પથ્થરોનું ખાનન કરનારાઓ સામે કોઈ કાયદેસર કાર્યવાહી આજ સુધી કરી નથી.

અન્ય સમાચારો પણ છે...