આક્ષેપ:જેતપુરમાં બિયારણમાં ભેળસેળનો આક્ષેપ

જેતપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજ નિગમે છેતર્યા હોવાની રાવ કરી ઘઉંના બિયારણમાં મિલાવટ બંધ કરવા સૂત્રોચ્ચાર

જેતપુર તાલુકાના પેઢલા ગામના ખેડૂતે જેતપુર ખરીદ વેચાણ સંઘમાંથી ગુજરાત બીજ નિગમમાંથી ચાર થેલી ઘઉંનું બિયારણ ખરીદ કર્યું હતું. જે બિયારણનું વાવેતર કરવા જતાં ખેડૂતને ભેળસેળની શંકા ગઈ હતી અને થેલીનું પેકિંગ ખોલતા ઘઉનાં બિયારણમાં ભેળસેળ હોવાનું જોવા મળ્યું હતું આથી ખેડૂતોએ સાથે મળીને બીજ નિગમ સામે ખરીદ વેચાર સંઘમાં ફરિયાદ કરી હતી. જે અંગે બીજ નિગમમાંથી ખેડૂતના આક્ષેપો પ્રમાણે બિયારણના સેમ્પલ લેવાની તજવીજ અને ચકાસણી હાથ ધરી છે.

પેઢલા ગામના ખેડૂત દિનેશભાઈ ડાયાભાઈ ગોહિલે પોતાના ખેતરમાં ઘઉંની વાવણી કરવા માટે 7-11-2018ના રોજ જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ લીધું હતું. જે બિયારણમાંથી ખેતરમાં બે થેલીની વાવણી તો કરી દીધી હતી પરંતુ બાકીની બે થેલીમાં કશીક ગરબડ હોવાની ખેડૂતને શંકા પડી હતી અને ભેળસેળ હોવાનું ખેડૂતને લાગ્યું હતું. જેથી ખેડૂતે વાવણી રોકી બિયારણમાં નજર કરતા બિયારણની ગુણવતા ખરાબ હોવાનું લાગ્યું હતું.

આથી ખેડૂતે જેતપુર ખરીદ વેચાણ સંઘમાં આ અંગે ફરિયાદ કરી હતી. જેના પગલે સંઘના મેનેજરે ગુજરાત બીજ વિકાસ નિગમને જાણ કરી હતી. જેની જાણ થતાં બીજ વિકાસ નિગમના કર્મચારીઓએ ખેડૂતની જમીનમાંથી ઘઉંના પાકના સેમ્પલ ચકાસણી કરવા માટેની બાહેંધરી આપી હતી અને કહ્યું હતું કે અમે માત્ર મધ્યસ્થી છીએ. બીજ વિકાસ નિગમમાંથી જે પેકીંગ આવે છે તેને અમે ખેડૂતોને વેચાણથી આપીએ છીએ અને જો કોઈ પ્રશ્ન કે ફરિયાદ જણાય તો અમે બીજ નિગમમાં વાત કરીએ છીએ બાદમાં નિગમમાંથી કર્મચારીઓ આવીને આગળની કાર્યવાહી કરે છે. ઉલ્લેખનીય છે કે જે પ્રશ્ન થયો હોય તે પરંતુ આજે તો ખેડૂતની હાલત કફોડી બની છે. કારણકે ખેડુતે વાવેતર કરેલ બિયારણ ખરાબ નીકળ્યું જેથી ફરીથી ખેડૂતને ખેતી કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...