પ્રયોગ:જેતપુરમાં ભક્તિ બાદ ગરબાનો સદુપયોગ, પક્ષી ઘર બનાવાશે

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરબાને ઘરમાં જ રાખવાનો પ્રયોગ

જેતપુરમાં નવરાત્રીમાં માતાજીની ઉપાસના માટે ખરીદવામાં આવેલો ગરબો નવરાત્રી પૂર્ણ થયા બાદ લોકો પધરાવી દેતા હોય છે. પરંતુ જેતપુરના કેટલાક યુવાનોએ આવા ગરબાઓનો સદઉપયોગ કરી ગરબાનો ચકલીનું ઘર બનાવી નિઃશુલ્ક વિતરણ ચાલુ કર્યું છે. હાલના સમયમાં ચકલીનો કલરવ સાંભળવા પર્યાવરણ પ્રેમીઓને જંગલમાં જવું પડે છે. શહેરોમાં તો કોંક્રિટના જંગલો બની ગયા છે જ્યાં ચકલીઓને રહેવું પણ દુષ્કર થઈ ગયું છે. જેથી ચકલી બચાવો અભિયાન પણ પર્યાવરણ પ્રેમીઓએ હાથ ધર્યું છે.

આ આ અભિયાનમાં સહયોગ આપવા જેતપુરના જગદીશભાઈ ચાવડા, રાજુભાઇ બગથરીયા તેમજ તેમના કેટલાક મિત્રોએ પણ નવરાત્રી પૂર્ણ થઈ ગયા બાદ વેસ્ટ થઈ ગયેલા ગરબાઓ લોકો પાસેથી તેમજ મંદિરેથી લાવવામાં આવે છે ત્યારબાદ ગરબાનું ચકલીને રહેવા જેવું કટીંગ કરી તેમાં કાણાં પાડી છત કે વૃક્ષ પર લટકાવવા તેમાં લોખંડના તાર બાંધવામાં આવે છે. અને ગરબામાં ચારે બાજુ કાણાં હોવાથી ચકલીઓને હવાની અવરજવર પણ મળી રહે છે ઉપરાંત ગરબા પર ઢાંકણ હોવાથી વરસાદી પાણીથી પણ ચકલીઓને રક્ષણ મળે છે. ગરબામાંથી તૈયાર થઈ ગયેલા ચકલી ઘરનું આ યુવાનો દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...