વિવાદ:જેતપુર તાલુકાના ખીરસરામાં ચૂંટણીના મનદુઃખમાં યુવાન પર હથિયારથી હુમલો

જેતપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીના પિતા યુવાનની ભાભી સામે સરપંચની ચૂંટણીમાં હાર્યા’તા

જેતપુરના ખીરસરામાં ચૂંટણીનાં મનદુઃખ સબબ યુવાન પર ગામમાં જ રહેતા શખ્સે હથિયાર વડે હુમલો કર્યો હતો. યુવાનની ભાભી સામે આરોપીનાં પિતા સરપંચની ચૂંટણીમાં હારી ગયા હોય તે બાબતનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. હુમલાના પગલે યુવાનને સારવારમાં ખસેડાયો હતો.જેતપુર તાલુકાના ખીરસરામાં રહેતા, ફેબ્રીકેશનનુ કામ કરનાર હરેશ સોંડાગર દ્વારા જેતપુર તાલુકા પોલીસમાં નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના ગામના દેવરાજ ઉર્ફે દેવો સરવૈયા નામ આપ્યું છે.

યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે તા. 10/11ના રાત્રીના દુકાને માવો ખાવા ગયો હતો. બાદમાં ચોકમાં ઓટલા પર અન્ય મિત્રો સાથે બેઠો હતો અને ચૂંટણીની વાત ચાલતી હતી તેવામાં આરોપી દેવરાજ બાઇક લઈને આવ્યો હતો. યુવાન પોતાના મોબાઈલ પર તેના સંબંધીનો જન્મદિવસ હોય તેનો ફોટો મિત્રને દેખાડતો હતો ત્યારે દેવરાજે કહ્યું હતું કે કોણ મનહર ? જેથી યુવાને કહ્યું હતું કે તારા માટે મનહર હશે મારા માટે મનહરભાઈ છે, માનથી બોલાવવા કહેતા દેવારાજ ઉશ્કેરાયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો બાદમાં કોઈ હથિયાર વડે યુવાનને માથાના ભાગે મારી દેતાં લોહી નીકળતા તેને સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો.

યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યુ હતુ કે, તેના ભાભી દમયંતીબેન સરપંચની ચૂંટણીમાં ઉભા હોય અને આરોપી દેવરાજના પિતા ચૂંટણી લડતાં જેમાં યુવાનનાં ભાભીનો વિજય થતાં ખાર રાખી આ હુમલો કર્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ 324, 504 તથા જીપીએક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...