પ્રશ્નોનું આવશે નિરાકણ:જેતપુર તાલુકામાં 25 મેએ ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાશે

જેતપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 મે સુધીમાં તમામ અરજદારે પ્રશ્ન રજૂ કરવાના રહેશે

રાજ્યના નાગરિકોને ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક રીતે થાય અને તે તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ “ સ્વાગત “ ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત જેતપુર તાલુકા અને જેતપુર શહેર માટે તાલુકા કક્ષાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે25 મેના રોજ બપોરના ૩ વાગ્યે મામલતદાર કચેરી ખાતે યોજાશે.

આ કાર્યક્રમ ગોંડલ પ્રાંત અધિકારીશ્રી એ.ડી જોષીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. જેતપુર તાલુકાના ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નો અંગેની અરજી બે નકલમાં પુરાવા સાથે મામલતદાર કચેરી જેતપુર ખાતે 10 મે સુધીમાં રજૂ કરવા મામલતદાર જેતપુર શહેર કે એમ અધેરા તેમજ જેતપુર ગ્રામ્ય મામલતદાર ડી.એ ગીનીયાએ જણાવ્યુ છે.

તાલુકા “સ્વાગત”માં અરજી કરતા પહેલા કોઈપણ અરજદારે ગ્રામ્યકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી કે ગ્રામસેવકને અરજી કરેલી હોય અને તેનો નિકાલ અનિર્ણિત હોય અને તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો જવાબદાર અધિકારીને લેખિતમાં અરજી રજૂઆત કરેલી હોવી જરૂરી છે. આ કાર્યક્રમમાં અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને એક વિષયને લગતી જ રજૂઆત કરી શકશે.

સામુહિક રજૂઆત કરી શકશે નહીં. જેની જેતપુર શહેર અને તાલુકાના પ્રશ્નકર્તાએ કાળજી રાખવી આ ઉપરાંત પ્રશ્ન કે રજૂઆત કરતા વ્યક્તિનું નામ સરનામું મોબાઈલ નંબરનો ઉલ્લેખ કરવામાં આવે તે જરૂરી છે. વ્યક્તિગત આક્ષેપ, કોર્ટ મેટર , આંતરિક તકરાર જેવી અરજી પર કોઈ કાર્યવાહી નહી થઇ શકે જેની દરેક અરજદારે નોંધ લેવી તેમ મામલતદાર કચેરી જેતપુર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...