આવેદન:જેતપુરમાં દબાણ ન હટાવાય તે માટે ધાર્મિક સ્થાન ઊભું કરી દેવાયું !

જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખડકાયેલી કેબિન સામે રામજન્મોત્સવ સમિતિનું મામલતદારને આવેદન

જેતપુરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના ખુલ્લા પ્લોટ પર કોઈ શખ્સે દબાણ કરી ત્યાં ચા, ઠંડા પીણાંની કેબીન બનાવી લીધી છે અને ભવિષ્યમાં આ કેબીનનું દબાણ દૂર ન થાય તે માટે એક ધાર્મિક સ્થાનક ઉભું કરી દેતાં એ સામે રામ જન્મોત્સવ સમિત દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી દબાણ દૂર કરવાની માંગ કરી હતી.

શહેરના નવાગઢ રેલ્વે સ્ટેશન રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડની જમીન આવેલી છે. ત્યાં થોડા સમય પૂર્વે મુખ્યમંત્રી આવાસ બનાવવાના હતા તે ખુલ્લી જગ્યા પર એક શખ્સે ઠંડા પીણાં તેમજ ચા ની એક કેબીન ઉભી કરી છે. અને શખ્સ પોતે હાઉસીંગ બોર્ડનો ચોકીદાર હોવાનું જણાવતો.

આ ખુલ્લી જગ્યા પર થોડા સમય પુર્વ ઝુંપડા હતા, તેમાં રહેતા લોકો પાસેથી ૫૦૦ રૂપિયા ભાડું પણ ઉઘરાવતો હોવાના આક્ષેપ સાથે રામ જન્મોત્સવ સમિતીએ મામલતદારને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. કે આ શખ્સ ત્યાં તેનું દબાણ કાયમી જળવાઈ રહે તે માટે કેબીનની પાછળની ખુલ્લી જગ્યાએ એક ધાર્મિક સ્થાનકના નામનું બોર્ડ મારી એક સ્તંભ ઉભો કર્યો છે અને તેના ઉપર ધાર્મિક ઝંડો ફરકાવી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...