ક્રાઇમ:જેતપુરમાં ઘરમાં ઘૂસી માતા, પુત્રી પર ત્રણ શખ્સનો હુમલો

જેતપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકો વચ્ચે થયેલા ઝઘડા મુદ્દે ઠપકો આપતાં પાડોશીઓ વિફર્યા

જેતપુરમાં જૂનાગઢ રોડ પર ગણેશનગરમાં રહેતા પરિવારો વચ્ચે બાળકો મુદે થયેલી બબાલ વકરી હતી અને પાડોશીઓ વિફર્યા હતા. આ મુદાનો ખાર રાખી ત્રણ શખ્સે ઘરમાં ઘૂૃસીને પાઈપ અને છૂટા પથ્થરનાં ઘા ફટકાર્યા હતા. જેતપુરના જુનાગઢ રોડ પર ગણેશનગરમાં રહેતાં શોભનાબેન ચીમનભાઈ મકવાણા(ઉ.વ.55) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં પાડોશમાં રહેતાં અરજણ જીવરાજભાઈ જહાણીયા, રતી ડાભી અને કરણ અરજણભાઈ જહાણીયાનાં નામ આપ્યાં છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને શાકભાજીનો ધંધો છે અને તેઓને સંતાનમાં નવ પુત્રી છે.

બનાવ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાત્રિનાં આઠેક વાગ્યે તેમનાં વિસ્તારમાં રહેતાં રતી ડાભી સહિત આ ત્રણેય આરોપીઓ તેમનાં ઘરે આવ્યા હતાં અને મોટાં અવાજ ડેલી ખોલો તેમ કહેતા ફરિયાદીની દિકરી દીપુ દરવાજો ખોલવા માટે ગઈ હતી. દરમ્યાન આ શખ્સોએ તેમની સાથે ઝઘડો કર્યો હતો બાદમાં નાની દિકરી ક્રિષ્ના જતાં અરજણે તેનાં હાથમાં રહેલો પાઈપ ક્રિષ્નાનાં માથામાં ફટકારી દીધો હતો. જેથી ફરીયાદી શોભનાબેન તુરંત દોડી ગયાં હતાં દરમ્યાન આરોપીઓને છુટા પથ્થરનો ઘા કરતા શોભનાબેનને ઈજા પહોંચી હતી. આ હુમલામાં માતા-પુત્રી બંન્નેને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ફરિયાદમાં બનાવના કારણે અંગે જણાવ્યું છે કે, ફરીયાદીની દિકરી દીપુ બેનના દિકરા સમ્રાટ અને રતિભાઈ ડાભીનો પુત્ર રોશન સાથે રમતાં હતાં દરમ્યાન બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે રતીભાઈને તેમનાં પુત્રને સમજાવી દેવાનું કહેતાં આ બાબતનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...