તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ડેડરવામાં ઘઉંના ખેતરમાં આગ લાગતા પાક ભસ્મીભૂત

જેતપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાંચ વીઘા જમીનમાં આગ ફરી વળી

જેતપુર તાલુકાના ડેડરવા ગામે ખેડૂતે વાવેલા ઘઉંમાં કોઈ અજાણ્યા ઇસમે આગ લગાડતા પાંચ વીઘાના ઘઉં સળગીને રાખ થઈ ગયા હતા. તાલુકાના ડેડરવા ગામે ઘઉંના ઉભા પાકમાં કોઈ અજાણ્યા શખ્સે આગ ચાંપી દેવાનો બનાવ બન્યો છે. જેમાં ખેડૂત મહેશભાઈ રૈયાણીના જણાવ્યા મુજબ આજે બપોરે તેઓને ફોન આવેલ કે તેમના ઘઉંનો ઉભો પાક સળગી રહ્યો છે. જેથી તેઓ તરત જ પોતાના ખેતરે જઈને જોતાં ઘઉંનો પાક સળગી રહ્યો હતો.

પાક નજર સામે બળતો જોઈ મહેશભાઈએ તરત જ કૂવાનું મશીન ચાલુ કરી આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં પાંચ વીઘાના ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો